GIET અને GCERT દ્વારા આયોજિત ગ્રીષ્મોત્સવ

:૨૦૨૨ સમાપન સમારોહ માં નવાનગર કુમાર શાળાના આચાર્ય શ્રી રાજેશ પટેલિયા નું વિદ્યાવાહક તરીકે સન્માન કરાયું….

અમદાવાદ ટાગોર હોલ પાલડી ખાતે GIET ,GCERT તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રિષ્મોત્સવ :૨૦૨૨ સમાપન સમારોહનું તા.૦૬/૦૬/૨૦૨૨ ને સોમવારના આયોજન કરવામાં આવ્યું હતું.ગ્રીષ્મોત્સવ તારીખ : ૦૧/૦૫/૨૦૨૨ થી ૦૫/૦૬/૨૦૨૨ સુધી યોજાયેલ.આ ગ્રીષ્મોત્સવ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકો,વિવિધ જિલ્લાના ના વિદ્યાવાહકો તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાનું કામ કરનાર નોડલ ઓફિસર નું સન્માન કરવામાં આવેલ.નખત્રાણા તાલુકામાંથી પ્રાથમિક વિભાગમાંથી વિદ્યાવાહક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રી રાજેશ નટવરભાઈ પટેલિયાનું માનનીય કેબિનેટ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી,મેયર શ્રી કિરીટ પરમાર, જી.સી.ઇ.આર.ટી.અને જાયટ ના નિયામકશ્રી પ્રફુલ જલુ સર,પૂર્વ નિયામક શ્રી ટી.એસ. જોષી સર,રાજ્ય પરીક્ષા બોર્ડના શ્રી પ્રકાશ ત્રિવેદી સર તેમજ શિક્ષણ વિભાગ ના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ.આ સન્માન મળતાં તેમને રાજ્યભરના શિક્ષકો,સગા સંબધીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.શિક્ષણ વિભાગ દ્વારા થયેલ સન્માન માટે તેમને આર.સી.મિશન શાળા વડતાલના શ્રી શૈલેષભાઈ વાણિયા ‘ શૈલ ‘ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *