
મોરબી ખાતેની સીવીલ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના તજજ્ઞ – ડોકટરોની વર્ગ -૧ ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી માળીયા ( મી ) ના ધારાસભ્ય અને શ્રમ , કૌશલ્ય વિકાસ , રોજગાર અને પંચાયત ( સ્વતંત્ર હવાલો ) , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી બ્રિજેશ મેરજા સતત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ચીફ પર્સોનલ ઓફિસરશ્રી , કમિશ્નરશ્રી – આરોગ્ય , તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તથા અધિક મુખ્ય સચિવશ્રી , આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ માન . આરોગ્ય મંત્રીશ્રી સમક્ષ સતત રજુઆતો કરીને તથા સઘન ફોલો – અપ કરતાં રહયા હતાં . તેના પરિણામ સ્વરૂપે મોરબી સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ વર્ગ -૧ તરીકે ડો.મિરલ આદ્રોજા , જનરલ સર્જન તરીકે શ્રી ડો.યશ પટેલ તથા રેડીયોલોજીસ્ટ વર્ગ -૧ તરીકે ડો.હર્ષિલ અઘેરાની નિમંણૂકોના હુકમો કરી દેવામાં આવ્યા છે . આમ , તજજ્ઞ વર્ગ -૧ ના ડોકટરોની સેવાઓ મોરબી સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયેલ છે . હાલ ઓર્થોપેડિક સર્જન તરીકે સી.એમ.સેતુ યોજના હેઠળ ભરાયેલ છે . હવે આમ , મોરબી સીવીલ હોસ્પિટલની વર્ગ -૧ ના તજજ્ઞ ડોકટરો તથા વર્ગ -૨ ના મેડીકલ ઓફિસરોની ૯૦ ટકા જેટલી જગ્યાઓ ભરાય ગયેલ છે . જેનો લાભ સીવીલ હોસ્પિટલમાં આવતાં ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર સારી સારવાર આવાં તજજ્ઞ વર્ગ -૧ ડોકટરો મારફત મળે તે માટે સતત ચિંતા સેવીને બ્રિજેશ મેરજાએ આ જગ્યાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભરાય તે માટે જે જહેમત ઉઠાવી હતી તે ફળી છે . શ્રી બ્રિજેશ મેરજાએ ઉપરોકત જગ્યાઓ આરોગ્ય વિભાગ દ્વારા ભરવામાં આવતાં માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ છે .

