


દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત, ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આયોજિત, બેંકિંગ ઉદ્યોગના ડિજિટલાઇઝેશનની ઉજવણીના ભાગરૂપે ડાંગની લીડ બેન્ક દ્વારા આહવાના ડો.આંબેડકર ભવન ખાતે ‘કસ્ટમર આઉટરીચ કાર્યક્રમ’ યોજાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક વિભાગો દ્વારા જુદી જુદી ઉજવણી કરવામાં આવે છે. જેમા ભારતનું અર્થતંત્ર ધબકતુ રાખનાર બેંકિંગ સેકટરનો અમૂલ્ય ફાળો રહ્યો છે. છેવાડાના માનવી સુધી બેન્ક નો લાભ મળી રહે તે માટે બેન્ક દ્વારા તમામ પ્રયત્નો કરવામા આવ્યા છે. બેંકિંગ એટલે કે બચત, 2014મા ભારતના વડાપ્રઘાન શ્રી મોદીએ પોતાની દિર્ધદર્ષ્ટીથી પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી, જે અંતર્ગત દરેક ઘરમા એક વ્યક્તિનુ બેન્કમા ખાતુ ખોલવામા આવ્યુ. હાલ દરેક વ્યક્તિઓના બેન્કમા ખાતા જોવા મળે છે. છેવાડાના માનવીને સરકારી યોજનાઓ લાભ મળે તે માટે બેન્કના સહયોગથી જુદી જુદી યોજનાઓ અમલી બનાવી છે. જેમા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, અટલ પેંન્શન યોજના લાગુ કરી છે. આજે આહવા ખાતે યોજાયેલ કાર્યક્રમમા બેન્કકર્મીઓ દ્વારા સરકારી યોજનાઓના લાભ લેવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમા ઉપસ્થિત ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીતે, આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિના ભાગરૂપે છેવાડાનો માનવી જુદી જુદી યોજનાઓના લાભ લઇ રહ્યા છે. પહેલા ઊંચા દરે વ્યાજ લઈ ફાઈનાન્સરો લોકોને લૂંટતા હતા, પરંતુ સરકારના સુચાર પ્રયત્નો થી બેન્ક છેવાડાના માનવી સુધી પહોંચી, લાભાર્થીઓનો સર્વાંગી વિકાસ અને ઉથ્થાન થાય તે માટે પ્રયત્નો કરી રહી છે. પહેલા જૂજ લોકો બેન્કો સાથે જોડાયેલા હતા. પંરતુ કેન્દ્રમા વડાપ્રધાન શ્રી મોદી આવ્યા બાદ, પ્રધાનમંત્રી જનધન ખાતાની શરૂઆત થઈ, લોકો બેન્કમા જવા લાગ્યા લોન મેળવતા થયા અને સાથે જ લોકોની લૂંટ બંધ થઈ. દેશના તમામ ખેડૂતો કિસાન સન્માન નિધિથી લાભવિન્ત થયા છે, જેમાં દેશના વડાપ્રધાન દિલ્હીથી બટન દબાવે અને સીધા ખેડુતોના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. શ્રી ગાવિતે ડાંગમા 3800 રજીસ્ટર સખી મંડળો બેન્કમાંથી લોન લઈને આગળ વધવાની અપીલ કરી હતી. ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાનમંત્રી એ જનધન ખાતાની શરૂઆત કરતાં લોકો બેન્કમા પૈસા બચત કરતા થયા છે. બેન્ક સાથે પરસ્પર વિશ્વાસ અપાવી બેન્ક સાથેના સંબધો સુમેળભર્યા કરવા જરૂરૂ છે જેથી બેન્ક લોન આપી શકે, તેમજ બેન્ક સાથે જોડાયેલી યોજાઓનો લાભ લેવા પણ શ્રી પટેલે જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લાની 360 સખી મંડળોને મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન આપવામાં આવી છે. તેમણે સરકાર ની યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી. ડાંગની ટેલર સખી મંડળના વસાવા રીટાબહેને જણાવ્યું હતું કે, તેઓએ સખી મંડળની રચના કરી, ત્યારબાદ ગ્રામીણ બેન્ક માથી રૂપિયા 1 લાખની સહાય રૂપે લોન મળી , દરેક બહેનોએ 10 હજાર વહેંચી ટેલરની દુકાન ચાલુ કરી હતી. મહિલાઓએ 1 વર્ષમાં બેન્કની લોન ભરપાઈ કરી, હાલ મહિલાઓ પોતાનો ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર બની છે. આ કાર્યક્રમમા 20 લાભાર્થીઓને લોન હુકમ આપવામા આવ્યા હતા, જેઓને 46.35 લાખની લોન આપવામા આવી, જ્યારે 55 લોકોની લોન મંજૂર હુકમ આપવામા આવ્યા હતા જેમા 105 લાખના સહાય ચેક આપવામાં આપવામા આવ્યા હતા. કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, બેન્ક ઓફ બરોડા બેન્ક મેનજર અનુપમ કુમાર, એલ.ડી.એમ. સજલ મેઠ્ઠા, આહવાની અન્ય બેન્કના મેનેજરશ્રીઓ, સખી મંડળીની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

