સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સખી મેળોનો પ્રારંભ કરાવી વંદે ગુજરાત પ્રદર્શનને ખુલ્લુ મુકતા મંત્રી શ્રી ગજેંન્દ્રસિંહ પરમાર

સરકારના ૨૦ વર્ષની વિકાસ ગાથાને વંદે ગુજરાત પ્રદર્શન દ્વારા રજૂ કરાયું

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
રાજય સરકાર દ્વારા “વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ” કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર ખાતે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેંન્દ્રસિંહ પરમારના હસ્તે આરંભ કરવામાં આવ્યો હતો.
હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલા સખી મેળોમાં ૫૦ સ્ટોલમાં અલગ-અલગ તાલુકાના સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, હોમ ડેકોર, કુર્તી, ખાદ્યસામગ્રી, કટલરી સહિતની અન્ય વસ્તુઓનું વેચાણ માટે ખુલ્લી મુકવામાં આવી હતી તે તમામ સ્ટોલની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. જયારે વંદે ગુજરાત પ્રદર્શનમાં ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રાના પ્રદર્શનને મંત્રીશ્રીએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઇ પટેલ, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કલ્પેશ પાટીદાર, અગ્રણી કૌશલ્યાકુંવરબા, નીલાબેન પટેલ, ધીરેન અસારી, હસમુખ પટેલ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *