ભુજના યુવાને સરકારી અધિકારી બનવાનો માર્ગ કંડાર્યો

પ્રધાનમંત્રીશ્રીએ હીમોફીલીયાના દર્દીઓની પીડા સમજીને કચ્છમાં મોંઘાદાટ ઇન્જેકશન મફતમાં ઉપલબ્ધ કરાવતા કલાસ-૨ ઓફીસર બનવાનું સપનું પુર્ણ કરી શક્યો – વિવેકભાઇ યાદવ


ભુજ,
જન્મજાત હું હીમોફીલીયા- એ નામના રોગથી પીડીત છું. મારા બે ભાઇઓને પણ હીમોફીલીયા છે. આ રોગમાં ફેકટર-૮ નામના પ્રોટીન ટાઇપ્સની ઉણપ હોવાથી લોહી ગંઠાવાની પ્રક્રીયા થતી નથી. જેથી જ્યારે પણ કંઇ વાગે તો લોહી બંધ થતું નથી. ઉપરાંત દર્દીને આંતરીક બ્લીડીંગ પણ થતું હોય છે જે દિવસો સુધી બંધ ન થતાં દર્દી કાયમી દિવ્યાંગતાનો ભોગ બનતો હોય છે. આ જ પરિસ્થિતિ સામે હું નાનપણથી સંઘર્ષ કરી રહ્યો છું. પરંતુ હવે આની મોંઘીદાટ સારવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભુજની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવતા, મારા જેવા અનેક દર્દીઓને રાહત અને માનસિક શાંતિનો અહેસાસ થયો છે. ઉપરાંત અનેક યુવા દર્દીઓ પોતાના સપનાને આંબવા ઉંચી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છે. કચ્છમાં જ સુવિધા અને સારવાર નસીબ થતાં સમય અને શક્તિનો સદઉપયોગ કરીને મે કલાસ-૨ અને ૩ની ત્રણ સરકારી પરીક્ષા ઉત્તીર્ણ કરી છે ટુંક સમયમાં રાજય વેરા અધિકારી કલાસ-૨ તરીકે સેવા શરૂ કરીશ એવું વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરતા ભુજના ૨૭ વર્ષીય વિવેકભાઇ નિતીન યાદવે જણાવ્યું હતું.
નાનપણથી સરકારી અધિકારી બનવાની ઈચ્છા હતી પરતું મારા માટે એ શક્ય ન હતું . ભુજમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન મને વારંવાર બહારથી ઘા લાગી જવો કે આંતરીક બ્લીડીંગ થતું ત્યારે શાળામાંથી બે અઠવાડીયા સુધી રજા રાખીને ઘરે રહેવું પડતું. કયારેક તો એક માસમાં બે વાર આવું થતું. તે સમયે કચ્છની સિવિલ હોસ્પિટલમાં હીમોફીલીયાના ઇન્જેકશનની મફત સારવાર ઉપલબ્ધ ન હોવાથી મારે અને મારા ભાઈઓને વૈકલ્પિક સારવાર એવી લોહી ચડાવવું કે પ્લાઝમા ચડાવવાની સારવાર લેવી પડતી. જે બાદ ૧૪ થી ૧૫ દિવસ ફરજિયાત આરામ કરવો પડતો હતો. મારા પિતાજી રસ્તા પર રેકડીમાં ભાણું બનાવી લોકોને પીરસી પરિવારનું ગુજરાન ચલાવે છે તેથી અમદાવાદ કે રાજકોટ સુધી પથારીવશ અવસ્થામાં મને કે મારા ભાઈઓને લઇ જવા શક્ય ન હતું. આ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને મે મારું ધો.૧૨ તથા કોલેજ સુધીનું શિક્ષણ એકસટર્નલ જ પુર્ણ કર્યું . વર્ષ ૨૦૧૭માં મે જાહેર ફરીયાદ નિવારણ પોર્ટલ પર વડાપ્રધાનશ્રીને હીમોફીલીયાના દર્દીઓની મુશ્કેલી તથા કચ્છમાં ભુજની સિવિલ હોસ્પિટલમાં રૂ. ૭૦ થી ૮૦ હજારના મળતા ઇન્જેકશનોની મફત સારવાર ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી. જેના જવાબમાં થોડા માસમાં જ આ સારવાર કચ્છમાં જિલ્લાકક્ષાએ મળવાની શરૂ થઇ જતાં મારા જેવા જિલ્લાના અનેક દર્દીઓની કાયમી સમસ્યાનો અંત આવ્યો. સ્થાનિકે સારવાર મળતા એ ફાયદો થયો કે, પહેલા મને આંતરીક કે બહારથી કંઇ ઘા વાગ્યા બાદ લોહી બંધ કરવા માટે લોહી ચડાવ્યા બાદ અઠવાડીયા કે દસ દિવસ સુધી બધું જ મુકીને ઘરમાં આરામ કરવાની ફરજ પડતી પરતું ફેકટર – ૮ના ઇન્જેકશન લેતા બે જ દિવસમાં લોહી ગંઠાઇ જતું હોવાથી હું મારા શિક્ષણ કે અન્ય પ્રવૃત્તિમાં વધારે સમય અને શકિત આપતો થયો . ખૂબ ખર્ચાળ એવા આ ઇન્જેકશન રૂ.૭૦ થી ૮૦ હજારની કિંમતના થાય છે જે મને મહિનામાં એક થી બે વાર લેવાની ફરજ પડે છે. આમછતાં રીકવરી બે દિવસમાં આવી જતી હોવાથી મને ફરી સરકારી અધિકારી બનવાનું સપનું પુરૂ કરવાનું મન થયું. જેથી વર્ષ ૨૦૧૭ના અંતથી મે આ દિશામાં તૈયારી શરૂ કરી દિધી. હવે ઇન્જેકશન થકી માત્ર બે દિવસમાં કામે વળગી શકતો હોવાથી વાંચનમાં એકાગ્રતા અને નિયમિતતા જળવાઇ રહી જેના કારણે હું સ્પીપામાં પરીક્ષાની તૈયારીની તાલીમ માટે પણ સિલેક્ટ થયો. ત્યાં તાલીમ લીધા બાદ મે ભુજમાં સરકારી લાઈબ્રેરીનો ઉપયોગ કરીને મારી તૈયારી ચાલું રાખી. આખરે હાલ હું સરકારશ્રીની જુદી જુદી ત્રણ પરીક્ષામાં ઉતીર્ણ થયો છું. જેમાં કલાસ -૩ ની ડેપ્યુટી સેકશન ઓફીસર, રાજયવેરા નિરિક્ષક તથા કલાસ-૨માં રાજયવેરા અધિકારીની પોસ્ટમાં પસંદગી થઇ છે. ટુંક સમયમાં ઓર્ડર મળતા હું રાજયવેરા અધિકારી બનવાનું પસંદ કરીશ , આમ આખરે સરકારી અધિકારી બનવાનું મારૂ સપનું સાકાર થશે. આ માટે હું વડાપ્રધાશ્રીનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. કયારેક લોકલાડીલા વડાપ્રધાનશ્રીને રૂબરૂ મળવાનો મોકો મળ્યો તો જરૂરથી તેમના ચરણોને વંદન કરીને કચ્છના સૌ હીમોફીલીયાના દર્દીઓ વતી આભાર પ્રગટ કરીને અમારી મુશ્કેલીઓનો અંત લાવવા બદલ ચરણસ્પર્શ કરીશ.
તેઓ ઉમેરે છે કે, મારા પગમાં કાયમી ખોટ રહી ગઇ છે પરતું હજું પણ મારી તૈયારી ચાલુ છે, મારે આઇએએસ બનવું છે જેથી મારા જેવા દિવ્યાંગજનો માટે કામ કરી શકું. વધુમાં જણાવે છે કે, વડાપ્રધાનશ્રીની મદદથી મારી જીદંગીમાં તો નવા રંગો ઉમેરાયા પરંતુ હીમોફીલીયાથી પિડીત મારો નાનો ભાઇ હર્ષ યાદવ પણ સારવારની મુશ્કેલીઓ દુર થતાં ડોકટર બનવાનું સપનું સાકાર કરવા હાલ નીટની તૈયારી કરી રહ્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM