સાઈકલ રેલી સાથે નારાઓ અને સ્વાસ્થ્ય અને પ્રદુષણથી મુક્ત વિશેનો સંદેશો આપવામાં આવ્યો

નેહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ(ગીર સોમનાથ) અને અબુંજા વિદ્યાનિકેતન – ગીર સોમનાથના સયુંકત ઉપક્રમે વિશ્વ સાઈકલ દિવસ ને લયને ‌ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 કિલોમીટરની સાઈકલ રેલી સાથે નારાઓ અને સ્વાસ્થ્ય અને પ્રદુષણથી મુક્ત વિશેનો સંદેશો આપવામાં આવ્યો હતો.આશરે 46 જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પ્રતિભાગી થયા હતા. આ કાર્યક્રમની ઉપસ્થિત દરમિયાન શાળાના આચાર્ય શ્રી પ્રશાંત શર્મા સાહેબ, રેલી કો-ઓર્ડીનેટર શ્રી દિપુ રાજપૂત તથા સપોર્ટિંગ સ્ટાફ શ્રીમતિ બિંદુપ્રિયા, સુખોમય ચટ્ટર્જી અને કે. સી. જોશી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢના ભૂતપૂર્વ એન.વાય. કે. સ્ટાફ શ્રી પ્રતાપસિંહ પરમાર (એ.પી.એ.), તેમજ શ્રી અનકભાઈ ભૂકણ તેમજ બ્લોક કોડીનારના એન.વાય.વી.દેવલબેન સોલંકી તથા સુત્રાપાડા તાલુકાના એન.વાય.વી. સતિષકુમાર ચાવડા અને પૂર્વ એન.વાય.વી. કોડીનાર તાલુકાના કનકસિંહ સોલંકીએ હાજરી આપી કાર્યક્રમને શોભા અપાવી હતી.

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM