ર૧ મી સદીમાં ૠતુચક્રમાં ધરખમ ફેરફારોના કારણે વરતારા અપ્નસ્તુત…. જયંત પંડયા

અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદો બંધ કરો… વિજ્ઞાન જાથા

– ર૧ મી સદીમાં વરસાદના વરતારા મુર્ખામીનું પ્નદર્શન… જાથા.
– વર્ષા પરિસંવાદ બંધ થવાથી સમાજને કશું જ નુકશાન નથી.
– ૪૬ આગાહીકારોની આગાહી કસોટી માટે જાથાને મોકલવા અપીલ.
– વર્ષા વિજ્ઞાન મંડળની માનસિકતા વિમાનને બદલે બળદ ગાડીનો પ્નવાસ.
– ધરતીકંપની આગાહી કરનાર સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
– ભડલી ફડલી, લોકવાયકા, દનૈયો, હોળીની જાળનું અવલોકનનો વિસ્તાર કેટલો ?
– આગામી વરતારાની હોળી કરવાનો કાર્યક્રમ જાથા જાહેર કરશે.
અમદાવાદ : જુનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળે વરસાદ પરિસંવાદનું આયોજન કૃષિ યુનિવર્સિટીના મધ્યસ્થ હોલમાં યોજવામાં આવ્યું હતું. જેમાં ૪૬ જેટલા આગાહીકારોએ હાજરી આપી હતી. ૪૬ થી વધુ આગાહીઓ વર્ષા મંડળને મળી હતી. જેમાં બાર આની સરેરાશ વરસાદ, મધ્યમ વરસાદ વિગેરેની જાહેરાતના આધાર–પુરાવા જાહેર કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ મંડળને પડકાર ફેંકયો છે. આગાહીકારોની તમામ આગાહીઓની કસોટી માટે તૈયાર કરેલ સંપુટ જાથાને મોકલી વિશ્વસનીયતા સાબિત કરવા આહવાન કરવામાં આવ્યું છે. પસંદગી જિલ્લાઓમાં આગાહીઓની હોળી કરવાનો કાર્યક્રમ જાથા અમલમાં મુકાશે. વર્ષા પરિસંવાદમાં વરતારાના અવલોકનમાં વાવણીલાયક વરસાદ જુનના ત્રીજા અઠવાડીયામાં થાય તેવું અનુમાન, જુલાઈ અને ઓગસ્ટના મધ્યમાં અતિવૃષ્ટિ થવાની શકયતા, વર્ષ ૧ર આની રહેવાની સંભાવનાઓ આગાહીકારીઓએ રજૂ રી છે. આગાહીકારોને પોતાના ઘરે અનુભવ પછી અધિવેશનમાં રજૂ કરવામાં આવી છે. તેમાં પ્નથમ જ શંકા ઉપજે કે વિજ્ઞાનની કસોટીને એરણે ચડાવી શકાય છે કે નહિ. અવૈજ્ઞાનિક તારણો લોકોના માથા ઉપર ઠોકી બેસાડયા. કયાં કયાં વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ, દૈનિક અવલોકનનો વ્યાપનો વિસ્તાર કેટલો ? વરતારાનો વ્યાપ સૌરાષ્ટ્ર–કચ્છ, ઉ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત જાહેર કરવો જોઈએ. હોળીની જાળનું અવલોકનનો વિસ્તાર, વનસ્પતિ, જયોતિષ, નક્ષત્ર, મેઘમાયા, પશુ–પક્ષીની ચેષ્ઠાના તારણોનો વિસ્તાર વિગેરે આગાહીઓ જાથાને મોકલી મંડળે વિશ્વસનીયતા સાબિત કરવી જોઈએ. જાથા ૪૬ આગાહીઓ માટે ૪૬ જાથાના સદસ્યને મોકલી તટસ્થ હકિકત લોકો સમક્ષ મુકશે તેવી આગાહીઓને કસોટી માટે મોકલવા મંડળને પ્નાર્થના છે. વર્ષા વિજ્ઞાન મંડળની માનસિકતા વિમાનના બદલે બળદ ગાડીનો પ્નવાસ લઈ જવાનો નિમ્ન પ્નયાસને જાથા વખોડે છે. ર૧ મી સદીમાં અવૈજ્ઞાનિક વરતારા બંધ કરવાથી જનસમાજને કશું જ નુકશાન થવાનું નથી. આગાહીકારો માત્ર પોતાની પ્નસિદ્ધી માટે વરતારા કરતા હોય તેવું અનુભવે જાથા જાહેર કરે છે. છેલ્લા ર૧ વર્ષથી વરતારા સંપુર્ણ ખોટા પડે છે તેથી આગાહીઓ બંધ કરવા જાથા ચેતવણી આપે છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે વર્તમાન વિશ્વ ર૧ મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં અસાધારણ પ્નગતિ, શોધ, માનવ સુખાકારી માટે સાહસ કરી રહ્યું છે. ચંદ્ર–મંગળ ઉપર વસવાટ માટે પરાકાષ્ઠાએ પહોંચવા તરફ છે. અવકાશમાં હરણફાળ વિજય ઉપરાંત અભેદ્ય અને કહેવાતા ચમત્કારોને પણ વિજ્ઞાનની મદદથી જાણી શકયા છીએ. ૠતુચક્રનો ધરખમ ફેરફાર છતાં વર્ષો પહેલાંના આદિ પ્નકારનાં જ્ઞાનને હજુ આપણે વળગી રહ્યા છીએ તે કમનસીબી છે એટલું જ નહિં પરંતુ તે માનવીય મનની છિન્ન મનોવૃત્તિ અને વ્હેમ, અંધશ્રદ્ધાને વળગી રહેવાની જડવૃત્તિ પ્નાચીન વર્ષા પરિસંવાદ ઉપરથી પુરૂં પાડે છે. આપણી પાસે ઉપગ્રહોથી મળતી માહિતી હોય તેના દ્વારા ચકાસાતી માહિતી હોય ત્યારે ૪૦ આગાહીકારોની અવલોકનની અંત:સ્ફુરણાને કે મનમાં ઉગેલા તુક્કાને ઉપગ્રહને મળતી સાથે સરખામણી કરી શકાય નહિ. આ તો વિમાનની સાથે બળદગાડાનો પ્નવાસ કરીએ છીએ કે અણુબોમ્બ સાથે તીરકામઠાને સરખાવીએ છીએ. ભારત જન વિજ્ઞાન જાથા રાજયમાં વરસાદના આગાહીકારોના વરતારાની હોળી કરવાનો કાર્યક્રમ જાહેર કરશે. અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદો બંધ કરવા અને જાથા વરતારાના ર૧ વર્ષનાં અનુભવ બાદ વરતારાનો કરૂણ રકાસ થશે તેવી જાહેરાત કરે છે. પરિસંવાદમાં ભિન્ન ભિન્ન મત, આગાહીઓ પ્નથમ દર્શનીય સામાન્ય જન રમૂજ, હળવાશ અને બકવાશની નજરે જાવે છે. ગત વર્ષનો વરતારો વરસાદે આગાહીકારોની ઘોર ખોદી નાખી હતી. ચોમાસાની ૠતુમાં વરસાદ ન પડે તો શું ગાંઠિયા પડે ? વિજ્ઞાન જાથા વર્ષા પરિસંવાદ જુનાગઢ વિશે જણાવે છે કે હવામાન શાસ્ત્રોનું મૂળ લોક અને વિજ્ઞાનીઓએ કરેલા અનુભવ અને નિરીક્ષ્ણમાંથી રહેલું છે. જે કેટલાક વર્ષોથી નિષ્પન્ન બાદ સચોટ પુરવાર થયું છે. હવામાનશાસ્ત્રની આગાહી ખોટી પડે તેના કારણો પણ વૈજ્ઞાનિક રીતે આપે છે અને લોકો દ્રશ્ય–શ્રાવ્ય સાધનો દ્વારા જોઈ શકે છે અને અનુભવી શકે છે. ભડલી વાકયોના વિધાનો તે ખેતી સાથે સંકળાયેલા આપણા પૂર્વજોએ અનુભવોને આધારે હતા ત્યારે કૃષિ વિજ્ઞાનનો વિકાસ ન હતો, સિંચાઈ, જમીન પ્નકારની વ્યવસ્થા ન હતી તેથી વરતારા કરતાં પરંતુ વર્તમાન સમયે અપ્નસ્તુત છે. હજારો વર્ષો દરમ્યાન ૠતુઓના ચક્ર અનેકવાર બદલાયા છે. એટલે જુના જમાનામાં હવામાન વરસાદના જે અનુભવો હતા તે આજે સાચા પડે નહિ. છેલ્લા ર૦ વર્ષથી વરતારા કરનારાઓની આગાહીઓ સદંતર ખોટી પડે છે. આ આગાહીઓ ખોટી પડવામાં આગાહી કરનારાઓ પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો, ઉપકરણો કે સચોટ પુરાવા નથી. તેમની પાસે ટાંચા સાધનો અને કોઈએ કહેલી, પોતાના મનની ઉપજ, નાનકડા વિસ્તારના નિષ્કર્ષની માહિતી, ભડલી–ફડલી વાકયો, લોકવાયકા, પ્નાણી, વનસ્પતિના લક્ષ્ણો, નક્ષત્ર, ૠતુપવન, આંખા ઉપર મોર, પશુ–પંખીની ચેષ્ટા, હોળીની જાળ, અખાત્રીજનો પવન, નક્ષત્ર, મેઘમાયા, દનૈયો, ટીટીડોના ઈંડા, કાગડાનો પૂર્વ દિશામાં માળો, જયોતિષ, તાપમાન, છાયા અને ગર્ભમેલો, અનુભવ આધારીત અને પરિસ્થિતિ મુજબ તુક્કા પ્નમાણે કે રમુજ પ્નમાણે વરસાદ કે વાવાઝોડા સંબંધી આગાહીઓ કરે છે. જેનાથી ખેડૂત વર્ગને તેના ઉપર વિશ્વાસ રાખવાથી નુકશાની વેઠવાનો વારો આવે છે. જેથી જાથા આવા વરતારાઓ સામે સૈદ્ધાંતિક વિરોધ નોંધાવે છે. જાથા જણાવે છે કે ૠતુચક્ર બદલાયા હોવાને કારણે કયારેક દિવાળીએ પણ વરસાદ આવે છે. ઠંડી, ગરમી વધઘટ થાય છે. અસહ્ય થાય છે. અગાઉ ભાદરવા વદના અંત પછી કયારેય વરસાદ પડતો ન હતો તે અગાઉના જાણકારો કહે છે. આજે પરિસ્થિતિ જુદી છે. આજે ભડલી, લોકવાયકા, હોળી, પવનની ગતિ આધારે કથનો કરવા તે સમાજ માટે નુકશાનકારક છે અને અપ્નસ્તુત છે અને વરતારા ઉપર વિશ્વાસ રાખી માનવું તે સમાજના હિતમાં નથી. વિજ્ઞાન જાથાનો આશય આ અનુભવીઓ અને વરતારાઓ કરનારાઓને ઉતારી પાડવાનો નથી. પરંતુ લોકોને સાચી માહિતી આપી જાગૃત કરવાનો છે. વિજ્ઞાન એમ પણ કહે છે કે આપણા પરંપરાગત દેશી જ્ઞાનમાંથી જે કોઈ વર્તમાન પરીપ્નેક્ષ્યમાં સુસંગત હોય, સાચું હોય તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ ચકાસણી કરી તેનો સ્વીકાર કરવો. જયારે વરતારા કરનારાઓ કુદરત સર્વોપરી છે તેવું કથન કરી લોકોને ભરમાવે છે. વિજ્ઞાન કેન્દ્રોના અભિપ્નય સ્પષ્ટ, ચોક્કસ, તારણો વિશ્વસનીયતાના પાયા ઉપર હોય છે. પ્નાચીન કાળનું ઠુંઠું લઈને પરિસંવાદ યોજવા તે સમય, શક્તિ, આર્થિક, માનસિકતાને નુકશાન પહોંચાડવા સિવાય કશું જ નથી. હવામાનશાસ્ત્રમાં અદ્યતન ઉપકરણો, વૈદ્યશાળાઓ ઉપગ્રહો મારફત નિરીક્ષણ, વિજ્ઞાનના સાધનો, પરિક્ષણ, ક્રિયા–કારણનો સંબંધ, વર્ષોની આંકડાકીય માહિતી, પવનની ગતિ, દરિયાઈ સંબંધી કારણો વિગેરે ધ્યાનમાં લઈ વરસાદ, વાવાઝોડું, દુષ્કાળ સંબંધી આગાહી કરી જાણકારી આપવામાં આવતી હોય છે તેમાં પણ ખોટા પડે તો પ્નયોગસિદ્ધ કારણો આપે છે. વિજ્ઞાન પાસે સચોટ કારણો છે. જયારે વરતારા કરનારા બકવાસ કરે છે. જુનથી ઓકટોબર સુધીની તમામ તારીખો વરતારા કરનારા બધા આપે છે. વર્ષાૠતુની મોસમ છે એક સાચો એક વખત પડે છે બાકીના ૯૯ ખોટા પડે છે. આગાહીઓમાં એકમત કયારેય નથી. છતાં લોકોના માથા ઉપર વરતારા કરનારા સાચો પડયો હોય તેવું આપવામાં આવે છે. વિજ્ઞાનનો સતત ઉપભોગ કરનાર વિજ્ઞાન ખોટું પડે તેની પ્નતિક્ષા કરતો હોય છે તે માનસિક દરિદ્રતામાંથી બહાર આવવાની જરૂર છે. વરતારા કરનારા એકવાર સાચો પડે તો પ્નસિદ્ધિ મેળવે છે. બીજા ખોટા પડયા તેવું કયારેય ઉલ્લેખ કરવામાં આવતું નથી. ભડલી, દનૈયો, અખાત્રીજનો પવન કેટલા વિસ્તારમાં સચોટ રહે તે પૂછશો તો જવાબ આપી શકશે નહિ. ગત વષ્ર્ો કચ્છમાં સામાન્ય વરસાદ પડયો તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવતો નથી. વારંવાર વરતારા કરનારા ખોટા પડે છે છતાં દર વષ્ર્ો પરિસંવાદ યોજી બકવાસ લોકોના માથા ઉપર મુકવામાં આવે છે. પરિસંવાદમાં દર વષ્ર્ો કોના વરતારા ખોટા પડયા તેનું કોઈ વિશ્લેષણ કરવામાં આવતું નથી. આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણ કે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તરમાં ગતિ કરવાનું શરૂ કરે તે તે તારીખ રર મી ડિસેમ્બર છે. આપણે ૧૪ મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવીએ છીએ. તેમાં આપણે હકિકતને નહિં પણ પરંપરાગતને વળગી રહ્યા છીએ. દુનિયાના જુદા જુદા દેશોમાં કયાં કેવો વરસાદ, વાવાઝોડું કયારે આવશે, કયાં જશે, ફંટાશે તે છેક ઉત્તર ધ્રુવથી માંડીને નીકળતાં પ્નવાહો પર આધાર રાખે છે. સામાન્ય નાગરિકોને અદ્યતન ઉપકરણો અવકાશનાં પ્નવાહોનો ખ્યાલ હોતો નથી. તેને તો વારસામાં મળેલા પરંપરાગત રૂઢિગત માન્યતાઓ અને જ્ઞાનને આધારે આગાહીઓ કરે છે. અમારૂં કહેવું એ છે કે રૂઢિગત માન્યતાઓ અને વરતારાથી ખેતી સાથે સંકળાયેલા અને તેમાં વિશ્વાસ ધરાવતા લોકો દોરવાય છે. કેટલાકને આમાં રમૂજ મળે છે. પરંતુ વિજ્ઞાન સમજવાળા લોકોને દુ:ખ થાય છે કે જયારે આપણી પાસે વિશ્વભરમાં ફેલાયેલ વેદ્યશાળાઓ, હવામાનના અભ્યાસ માટેના મથકો અને અવકાશમાં છોડેલા ઉપગ્રહો તેમાંથી મળતી માહિતી ધ્યાને લેવાને બદલે દેશના કોઈ ગામડામાં રહેલો વરતારો કરનાર અને વારસામાં મળેલા વિધાન કે કથન કરે છે તે કથનને આપણે વિજ્ઞાનની સમજ મુકી સમાજનું અહિત કરીએ છીએ તેવી પણ દલીલ કરવામાં આવે છે કે વરતારાઓ ખોટા પડે છે અને હવામાનશાસ્ત્રીઓની આગાહીઓ ખોટી પડે છે. આ રીતે આશ્વાસન લઈને વરતારાના અવિજ્ઞાનને હવામાનશાસ્ત્રના વિજ્ઞાન સાથે મુકવું તે પણ મુઢવર્તી, જડતા, પરંપરાને વળગી રહેવાની જડતા છે. આપણે સહુ જાણીએ છીએ કે આજે રેડિયો, ટી.વી. ઉપર રોજ હવામાનના વરતારાઓ આવે છે. આ વરતારાઓ ઉપર દુનિયાભરના પ્નવાસીઓ, વિમાન સેવાનો લાભ લેતા મુસાફરો, પર્વતના આરોહકો, ખેતીવાડી નિષ્ણાંતો નજર માંડી બેઠા હોય છે. આ વરતારાના આધારે તમામ પ્નકારના કાર્યક્રમો નક્કી થાય છે અને હવામાનના વરતારા દુનિયાભરનાં વરતારાઓ ધ્યાનમાં રાખી કરાય છે. જયારે વારસાગત વરતારા કરનારાઓ ૧´૧ ની ભાષામાં વાત કરતા નથી પરંતુ વિશાળ સંભાવના રૂપમાં કહે છે અને આ વરતારા કરનારાની પાછળ ઝીણવટપૂર્વકના વૈજ્ઞાનિક સાધનોની નિરીક્ષણોનો કોઈ આધાર નથી. વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જનસમાજને જણાવે છે કે જાથાનું ધ્યેય લોકોમાં વિજ્ઞાન, વિકાસનું કામ, જ્ઞાન–પ્નકાશ ફેલાવવાનું છે. જય વિજ્ઞાન સૂત્રને સાર્થક કરવા રૂઢિગત માન્યતાઓ, વ્હેમ, અંધશ્રદ્ધા, પરંપરાઓ વિશે વૈજ્ઞાનિક સમજ અને દ્રષ્ટિકોણ આપવાનો ભગીરથ પ્નયાસ કરે છે. જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. તે તમામ પ્નકારનાં જ્ઞાન સામાન્યજનના નિરીક્ષણો, છુટાછવાયા અનુભવો અને કલ્પનાઓમાંથી ધીમે ધીમે વિકસેલું છે. આજનું દરેક વિજ્ઞાનનું મૂળ ભૂતકાળમાં અવિજ્ઞાનમાં જ રહેલું હતું અને અનેક અવિજ્ઞાન, અનેક પ્નકારનાં વ્હેમો, અંધશ્રદ્ધા, પરંપરાઓથી ભરેલું હતું. દા.ત. આપણે સોનું બનાવવાનું કીમીયો પારસ વિદ્યા કહીએ છીએ તે ધીમે ધીમે પરિશુદ્ધ થતાં તેમાંથી રસાયણ વિજ્ઞાન વિકસ્યું. વિવિધ રીતે ગ્રહોની અને સૂર્ય–ચંદ્રનાં નિરીક્ષણોમાંથી ખગોળશાસ્ત્ર વિકસ્યું. ડોસીપનું વૈદું, પાટાપીંડી, રોગ મટાડવાની જંતર–મંતરમાંથી આજનું તબબી વિજ્ઞાન વિકસ્યું છે. જેમ જેમ માણસનું જ્ઞાન અને સમજણ, માહિતી વધતા ગયા અને જ્ઞાન અને અનુભવોને કસોટીએ ચડાવવાની પદ્ધતિઓ પ્નાપ્ત થઈ તેમ તેમ જુના જ્ઞાનમાંથી અંધશ્રદ્ધા, વ્હેમો, જડત, પરંપરાઓની નીકળી ગયા તે આજનું વિજ્ઞાન બન્યું. દા.ત. પહેલા એમ મનાતું હતું કે આખું વિશ્વ પૃથ્વી પર કેન્દ્રીત છે અને માત્ર પાંચ ગ્રહો જ છે. રાહુ–કેતુ–ચંદ્રને ગળી જાય છે વિગેરે. તે અનુભવમાંથી આપણે બહાર નીકળ્યા છીએ અને માનીએ છીએ કે સૂર્ય કેન્દ્રિત છે. આ ગ્રહો તો આકાશમાં અનેક છે. રાહુ–કેતુ એવા રાક્ષસો નથી કે ચંદ્રને ગળી જાય તે માત્ર છેદબિંદુ અને સ્પર્શ કેન્દ્ર છે. આપણે એ પણ જાણીએ છીએ કે ગેલીલીયોને સજા કર્યા પછી પ૦૦ વર્ષ પછી રોમન કેથોલિકના વડાએ ગેલીલીયોને શિક્ષા કરવા બદલ જાહેરમાં માફી માંગી છે. આજ રીતે હકિકતે ખગોળશાસ્ત્રને સ્વીકારી ખગોળ આધારિત જયોતિષને વાહીયાત, વ્હેમ અને અંધશ્રદ્ધા મુક્ત ગણીને ત્યજી દેવું જોઈતું હતું પરંતુ કમનસીબી એ છે કે આપણો દેશ અને બધે વિજ્ઞાન સાથે અવિજ્ઞાન અસ્તિત્વ ધરાવે છે. વિજ્ઞાન જાથાનું મુખ્ય કાર્ય લોકોને સાચી સમજ આપવી. વ્હેમ, અંધશ્રદ્ધા અને તેના પરિણામે ઉપસતા શારીરિક, માનસિક, આર્થિક નુકશાનીમાંથી લોકોને બચાવવા માટે માર્ગદર્શન આપવું અને આ વિશ્વમાં બનતી ઘટનાઓને વાસ્તવિક રીતે પુરાવાના આધારે તપાસવાનું દ્રષ્ટિબિંદુ કહેવું. તેમાં ગપ્પાબાજી ન હોય, કપોળકલ્પના ન હોય, કોઈએ આમ કહ્યું કે તેમ કહ્યું તેનો આધાર ન હોય કે મને લાગ્યું તે સાચું, મારી આ શ્રદ્ધા છે તેવો દુરાગ્રહ ન હોય. જાથા સરકારને કૃષિ યુનિવર્સિટીના યજમાનપદે અવૈજ્ઞાનિક વરતારા યોજાય છે તે દુ:ખદ છે. તે સંબંધી જાણકારી આપી પગલા લેવા સંબંધી રજૂઆત કરનાર છે. ઓગસ્ટમાં ધરતીકંપ થવાનો છે તેવી આગાહી કરનાર સામે પણ જાથા કાનુની કાર્યવાહી કરી દાખલારૂપ બોધપાઠ આપશે. અંતમાં વિજ્ઞાન કેન્દ્રોના અભિપ્નાય સ્પષ્ટ આંકડાકીય કારણો, વિશ્વસનીયતાના પાયા ઉપર હોય છે. આગાહીકારો માત્ર અવૈજ્ઞાનિક સાધનો, સ્ફુરણા આધારીત ગપગોળા સિવાય કશું જ નથી. વરતારા બંધ કરવા જાથા આખરી ચેતવણી આપે છે. જિલ્લા મથકોએ વરતારાની હોળી કરી બંધ કરવા સંબંધી જાથા જનજાગૃતિ કેળવવા પ્નયત્નો કરશે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM