દાહોદ જિલ્લામાં સામાજિક સમરસતા સંમેલન યોજાયું

કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની દાહોદ

દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહના દાસા ગામે તેમના ઘર આંગણે ભારતીય જનતા પાર્ટીની સામાજિક સમરસતા સંમેલન યોજાયું જેમાં યોગેશદાન ગઢવી એ કસુંબીના રંગે ગાઈ ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓ ના દિલ જીતી લીધા હતા. કેન્દ્ર ની મોદી સરકારના ગુડ ગવર્નન્સ ના આઠ વર્ષના ઉપલક્ષમાં તમામ ભારતમાં વિવિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે તેના ભાગ રૂપે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ભારતીય જનતા પાર્ટીની એક સામાજિક સમરસતા સંમેલન યોજાયું હતું આ બેઠક સંસદના ગામ દાસા ખાતે રાખવામાં આવી હતી આ બેઠકમાં રાજ્ય સભાના માજી સાંસદ અને ઝાંઝરકા ગાદીના મહંત શંભુનાથ પ્રસાદ રાષ્ટ્રીય મહામંત્રી અનુસૂચિત જતી મોરચો પૂર્વ ,પ્રદ્યુમન વાજા , પ્રદેશ અધ્યક્ષ sc મોરચા, ગૌતમભાઈ ગેડીયા, mla શૈલેષભાઈ ભાભોર, રાજ્ય મંત્રી નીલિશાબેન સુથાર ,બચુભાઈ ખાબડ માજી મંત્રી, બીજેપી જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર , મહામંત્રી નરેન્દ્ર સોની, ઝોન મહામંત્રી કનૈયા કિશોરી , , ગુજરાત પ્રદેશ ના મંત્રી કૈલાશબેન, દાહોદ શહેર મહામંત્રી હિમાંશુ નાગર અને મોટી સંખ્યામાં દાહોદ અને મહીસાગરના અનુસૂચિત જાતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . શંકરભાઈ આમલિયાર કહ્યું હતું કે માનનીય નરેન્દ્ર મોદી અને સી.આર પાટીલ એ સમાજને સામાજિક સમરસતાના રસ પીરસી ને એક કરવાનું કામ કર્યું છે. જસવંતસિંહ ભાભોર કહ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પેહલીવાર પ્રદેશ પ્રમુખે સમરસતા સંમેલન કરવાનો આગ્રહ અખ્યો e ખૂબજ આનંદની વાત છે. શંભુ પ્રસાદજી એ જણાવ્યું હતું કે સમરસતા એ વાત કરવાનો કે ભાષણ નો વિષય નથી પણ આચરણ ની વિષય છે. આ સંમેલન નો મહત્વનો હેતુ એ હતો કે પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સમરસતાના ભૂમિકાને સમજે અને તેઓ દ્વારા ફળિયા, મોહલ્લા અને ગામડાઓ, શહેરોમાં આમામલે લોકોમાં જાગૃતિ લાવી અને સમાજમાં સંભાવના માટે ની જાગૃતિ લાવે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું એક ભારત શ્રેષ્ઠ ભારતને આપડે સાકાર કરી શકીએ. અને આ સંમેલન પૂર્ણ થયા બાદ દાહોદ સાંસદ, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર તથા મહાનુવાઓએ દલિત સમાજ ના લોકો સાથે મળી ભોજન લીધું હતું

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM