ગાંધીનગરના કોટેશ્વર વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીની વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધારા તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદશ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડડા, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના નેતૃત્વથી પ્રેરાઈને ગાંધીનગરના કોટેશ્વર વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપાના ૬ જૂનના રોજ ગાંધીનગર ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન દરમિયાન ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે મહાનગરના ભાજપા પ્રભારીશ્રી મોહનભાઈ પટેલ, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલ સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોટેશ્વરના આમ આદમી પાર્ટીના સાગર પટેલ, ધર્મેશ પટેલ, અજય પટેલ ઉપરાંત ૨૦ જેટલા કાર્યકર્તાઓ અને સાથે સાથે તેમના સમર્થકોનું મંચસ્થ મહાનુભાવોએ ભાજપાનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM