ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ ડૉ . નીમાબેન આચાર્યની દેશની શ્રેષ્ઠ વિધાનસભા / વિધાન પરિષદ એવોર્ડ આપવા માટે માપદંડો સૂચવવા માટેની સમિતિની બેઠકમાં ઉપસ્થિતિ

તા .૧૩ મી જૂન , ૨૦૨૨ ના બપોરના ૩-૩૦ કલાકે પાર્લામેન્ટ હાઉસ એનેક્ષી , નવી દિલ્હી ખાતે કર્ણાટક વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી વિશ્વેશ્વર હેગડે કાગેરીની અધ્યક્ષતામાં ‘ ‘ શ્રેષ્ઠ વિધાનસભા / વિધાન પરિષદ એવોર્ડ આપવા માટે માપદંડો સૂચવવા માટેની સમિતિ ” ની બેઠક મળી હતી . જેમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ ડૉ . નીમાબેન આચાર્ય ઉપરાંત શ્રી રામનિવાસ ગોએલ , અધ્યક્ષ , દિલ્હી વિધાનસભા , શ્રી રામરાજે પ્રતાપસિંહ નાઇક નિમ્બાલકર , ચેરમેન , મહારાષ્ટ્ર વિધાન પરિષદ , શ્રી વિજય કુમાર સિન્હા , અધ્યક્ષ , બિહાર વિધાનસભા , શ્રી બિશ્વજીત ડાઇમરી , અધ્યક્ષ , અસમ વિધાનસભા , શ્રી એમ . અપ્પાવુ , અધ્યક્ષ , તમિલનાડુ વિધાનસભા ઉપસ્થિત રહ્યાં હતાં . ઉક્ત બેઠકમાં શ્રેષ્ઠ વિધાનસભા / વિધાન પરિષદ એવોર્ડ માટેના માપદંડો સૂચવવા માટે ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી . ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી ડૉ . નીમાબેન આચાર્યએ પોતાના વિચારો રજૂ કરી અગત્યના સૂચનો કર્યા હતાં . જેનો સહર્ષપણે સ્વીકાર કરવામાં આવ્યો હતો .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM