અમેરિકામાં નિર્માણ થનાર વીર મેઘમાયા મંદિર શૈક્ષણિક ધામની સમિક્ષા બેઠક યોજાઇ.

વિર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના સન્માનિય ચેરમેન શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષ સ્થાને અમેરિકામાં ૧૦૧ કરોડના ખર્ચે શૈક્ષણિક સુવિધાઓ સાથેના વીર મેઘમાયા મંદિર નિર્માણ કાર્ય હાથ ધરવા માટેની એક મહત્વપૂર્ણ સમિક્ષા બેઠક એનેક્ષિ, શાહીબાગ અમદાવાદ ખાતે મળી હતી. આ બેઠકમાં પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચાઓ કરવામાં આવી હતી. વડનગરના વતની અને હાલમાં યુએસએના ન્યુજર્સી ખાતે સ્થાયી થયેલા શ્રી શશીકાંતભાઈ પટેલે આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમસ્ત અમેરિકાની સાથે વિશ્વના અન્ય દેશોમાં વસવાટ કરતા વીર મેઘમાયાના શ્રધ્ધાળુઓ મા આ પ્રોજેક્ટના આયોજનના કારણે અનેરા ઉત્સાહનું વાતાવરણ ઉભું થવા પામ્યું છે. અમેરિકામાં રહેતા તમામ વીર મેઘમાયા પ્રેમિઓ સત્વરે આ શુભ કાર્યને પરિપૂર્ણ કરવા માટે સદૈવ તન મન ધન થી સહયોગ કરશે. આગામી દિવસોમાં સંસ્થાના હોદ્દેદારો અમેરિકા ખાતે આવે ત્યારે અમેરિકામાં તમામ વ્યવસ્થા પુરી પાડવા માટેની તત્પરતા પણ તેમણે દાખવી હતી. ડોક્ટર કીરીટભાઇ સોલંકી એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે નિર્માણ થનાર આ શુભ કાર્યને ઝડપથી આગળ વધારવા માટે આગામી દિવસોમાં સમસ્ત વિશ્વમાં વસતા વીર મેઘમાયાના શ્રધ્ધાળુઓના એક વૈશ્વિક વેબિનારનુ પણ આયોજન કરવામાં આવશે. વિશેષ કરીને વીર મેઘમાયાનો ઐતિહાસિક ઈતિહાસ વિશ્વ વિખ્યાત થાય તે મારા જીવનની મહત્વપૂર્ણ કામગીરી ગણાશે.શ્રી શશીકાંતભાઈ પટેલ ઉપરાંત સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *