

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આઠ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ગાંધીનગર મહાનગર ભાજપા યુવા મોરચા દ્વારા આજરોજ બાઇક રેલી સ્વરૂપે વિકાસતીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મહાનગરના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રામાં જોડાયા હતા. આજની મહાનગર ભાજપા યુવા મોરચાની વિકાસતીર્થ યાત્રાનું મહાત્મા મંદિર ‘ખ’ રોડથી પ્રસ્થાન થયું હતું ત્યારે બાદ વિવિધ વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં થઈને સરદાર ચોક, કુડાસણ ખાતે યાત્રાનું સમાપન થયું હતું. સમગ્ર યાત્રાનું આયોજન મહાનગર ભાજપા યુવા મોરચાના પ્રભારીશ્રી ડૉ. નિસર્ગ વ્યાસ તેમજ પ્રમુખશ્રી યુવરાજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપાની યુવા મોરચાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

