મુંબઈ મહાનગરમાં આવેલા સિહપુરુષ અને લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી.

મુંબઈમાં આવેલા જીઓ સેન્ટર બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં ગઈકાલ રોજ મુંબઈ સમાચાર અખબાર ને 200 બસો પૂર્ણ થતા એક અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ગવર્નર, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, દેવેન્દ્ર ફડણવીસ, મુંબઇના એમલએ, તેમજ મુંબઈ સમાચાર અખબારના માલિકો કામા સાહેબ અને એમનો પરિવાર હાજર હતો. પ્રસંગમાં હજારોની જનમેદની જોવા મળી હતી, બપોરના 4 વાગે નો સમય હતો પણ લોકો 2 વાગીયા થી લાઈન લાગડીને ઊભા હતા કારણ માત્ર ને માત્ર આપણા લાડીલા નરેન્દ્રભાઇ ને સાંભળવા. આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઇ મોદીના હાથે અને ભારત સરકાર પોસ્ટ અને ટેલીગ્રામ વતી મુંબઈ સમાચાર અખબાર ના 200 વર્ષ ની ઉજમની નિમિતે એક પોસ્ટલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી જેનું પ્રધાનમંત્રી અને અન્યોએ એનું વિમોચન કરિયું. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ જોડે જોડાએલા મહાનુભાવો, ગુજરાતી રંગભૂમિના કલાકારો, વગેરે ની હાજરી ભરપૂર જોવા મળી હતી . આ પ્રસંગે મુંબઈ સમાચાર પરિવારે એક નાનકડી ફિલ્મ બનાવેલી જેમાં અખબાર ની શરૂઆત 1812 થી લઈને 2022 સુધી નો ઇતિહાસ બતાવવામાં આવિયો હતો. શ્રી નરેન્દ્રભાઇ એ આ ફિલ્મ જોઈ ને કિધુ કે અખબાર અને મીડિયાવાળા ક્યારે વૃદ્ધ થતા નથી. રોજે રોજ બદલાતી ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલે છે. અંતમાં મુંબઈ સમાચાર પરિવાર અને આવેલા માનવંતા મહેમાનો નો આભાર વ્યક્ત કરી ને દિલ્હી તરફ પ્રયાણ કર્યું.

રિપોર્ટર: મનીષભાઈ શાહ-મુંબઈ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM