‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવણી કરાશે

      અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વીંછીયા ગામ નજીક ખુલ્લી જગામાં વસતા વાદી સમાજના બાળકો આજે યોગના પાઠ કરે છે.  સ્થળ પર બનાવાયેલી  વાદી પાઠશાળામાં રોજ સવારે બાળકો શિક્ષણ શરુ થતા પહેલા યોગ-આસન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કરે છે.

        ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ છે .. આ વર્ષે ‘માનવતા માટે યોગ’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાનાર છે.  યોગ  એ સમગ્ર વિશ્વને ભારતની આગવી દેન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ આખાને યોગનું અને ભારતની શ્રેષ્ટતાનું  મહત્વ સમજાવ્યું છે.

       જે ભારતની છબી એક સમયે સાપ-સપેરા,  વાદી-મદારીના દેશની હતી એ જ ભારત આજે  વિશ્વ ગુરુ બનવા ભણી સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે.

વાદી મદારીના બાળકો પણ હવે તેમના આ પરા પૂર્વના વ્યવસાય થી મુક્ત થઈ યોગ દ્વારા એકાગ્રતા કેળવી શિક્ષણ માટે પ્રવૃત્ત બન્યા છે.

વાદી સમાજ એટલે સાપ–વીંછીના ખેલ કરીને પેટીયું રળતો સમાજ.. પરંપરાગત એટલે કે પોતાના વડવાઓની પ્રવૃત્તિને આ સમાજે આગળ વધારી છે… પરંતુ કાળ ક્રમે બદલાતા સમયમાં હાથ ચાલાકી જ છે એવા જાદુના ખેલ તરીકે ઓળખાતી પ્રવ્રુત્તિ આજે દેખાતી બંધ થઈ છે. સાણંદના માનવ સેવા ટ્રસ્ટે શિક્ષણ વિભાગના સહયોગથી અહીં વાદી પાઠશાળા શરુ કરી છે.

સાણંદના વીંછિયા ખાતે ખુલ્લાં આકાશને ચાદર બનાવી જીવતા વિચરતી વિમુક્ત જાતિના ડંગામાં પ્રકૃતિના ખોળે રમનાર ચંચળ અને પલાંઠી વાળીને ઘડીકેય ન ઝપનાર આ વનબાળને લકુલેશ યોગા યુનિવર્સીટીની પૂર્વ છાત્રા અને હાલ બેંગ્લોરમાં યોગામાં જ આગળ વધુ અભ્યાસ કરનારી નિધી બારોટ  વાદી સમાજના બાળકોને યોગ શિક્ષણની તાલીમ આપી. નિધિ બારોટ કહે છે કે, ‘યોગ, સ્વાસ્થ્ય અને મન માટે ઉત્તમ છે એ બાબત તો નિર્વિધ્ન છે પણ આ બાળકોના ચંચળ સ્વભાવ અને મનને સ્થિર કરવામાં યોગ જરૂર મદદ કરશે…’

સમજુનાથ વાદી પાઠશાળાના આ બાળકો પલાંઠીવાળી એકચિત્તે ભણતા થાય એ માટેની એકાગ્રતા ઉપલબ્ધ કરતા યોગ કદાચ આ બાળકોની સૌથી મોટી ઉપલધિ કહી શકાય..  આ પ્રવૃત્તિને આવકારતા વાદી સમાજના અગ્રણી શ્રી ગોરખનાથ વાદી ઉમેરે છે કે અમારા બાળકો આવી રીતે શાંત ચિત્તે બેસીને યોગ અને તેના પગલે અભ્યાસ કરતા થયા છે એ હજી પણ માન્યામાં ન આવે તેવી વાત છે…

‘માનવતા માટે યોગ’નું આ કદાચ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM