વિશ્વ યોગ દિવસ નિમિત્તે સોમનાથમાં યોગ શિબિરનું આયોજન

કેન્દ્રીય ડેરી વિકાસ અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સોમનાથમાં યોગ શિબિરનું આયોજન કર્યું હતું જેમાં જેમાં કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા સંજીવની લાડુ પ્રથમ વખત પ્રજા સમક્ષ મુક્યો હતો આ લાડુ દેશની આંગણવાડીઓમાં બાળકોને સરળતાથી મળે તે માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ કામ કરી રહ્યું છે
કેન્દ્રીય ડેરી વિકાસ અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરસોતમ રૂપાલા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના પૂર્વ આયોજન અર્થે સોમનાથમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા આયોજિત ખેડૂત શિબિર માં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા હતા આજના કાર્યક્રમમાં આગામી ૨૧મી જૂનના યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમની પૂર્વભૂમિકા અને યોગ દિવસે આયોજિત થનારા કાર્યક્રમો અંગે પોતે માહિતગાર થયા હતા અને આજે ઉપસ્થિત ખેડૂતો થી લઈને સામાન્ય લોકો જિલ્લાના અધિકારીઓ અને ખેડૂતોએ આજે યોગ દિવસ પૂર્વે યોગનો અભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી ને કઈ રીતે વિશેષ બનાવી શકાય એનો જાત અનુભવ આજે સોમનાથ મહાદેવ સમક્ષ કર્યો હતો

સોમનાથ માં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અને જી એફ સી દ્વારા આયોજિત આ શિબિરમાં રૂપાલાએ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે સર્વ પ્રથમ વખત સંજીવની લાડુ રજૂ કર્યો હતો આ લાડુ પોષણની ગુણવત્તાને લઈને ખૂબ સારો માનવામાં આવે છે આગામી દિવસોમાં દેશની તમામ આંગણવાડીઓમાં આ પ્રકારનો પોષણયુક્ત લાડુ પ્રત્યેક બાળકને મળે તેના માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ કામ કરી રહ્યું છે વધુમાં રૂપાલાએ ખાતર ને લઈને પણ તેમના વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો ખેડૂતો દાણાદાર ખાતર ને લઈને ખૂબ પ્રભાવિત થાય છે આવી પરિસ્થિતિમાં જી.એસ.એફ.સી દ્વારા છાણ માંથી બનાવેલું દાણાદાર ખાતર પણ રજૂ કર્યો હતો આગામી દિવસોમાં આ ખાતરનું પણ વ્યાપારિક ધોરણે જીએસએફસી નિર્માણ કરશે અને પ્રત્યેક ખેડૂત ને દાણાદાર પરંતુ છાણીયું ખાતર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા તેમના વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેમનો આગામી દિવસોમાં ખેડૂતોને લાભ મળશે

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *