મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ અંતર્ગત ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાતે ભય, ભુખ અને ભષ્ટાચારમાંથી મુક્તિ મેળવી છે -જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા

કોઇપણ નાનો માણસ યોજનાકીય લાભથી વંચિત ન રહે તે વિભાવનાને સાર્થક કરીએ -કારોબારીના સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબીયા

ડબલ એન્જીનની સરકારને ડબલ વેગ મળવાનો છે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હિરાભાઈ ટમારીયા

સ્ત્રીશક્તિને આગળ વધારવાનું કાર્ય યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે -મોરબી નગરપાલિકા ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાર્તમુર્હત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ સંમાતર મોરબી જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય અને શહેરી) લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતે ભય, ભુખ અને ભષ્ટાચારમાંથી મુક્તિ મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી સુઝબુઝથી નર્મદાના નીર છેવાડાના ગામ સુધી પહોંચાડ્યા છે. રાજયના ખેડૂતોને ૮ કલાક વીજળી પૂરી પાડી છે. ગુજરાતને સુરક્ષીત અને વેગવંતુ બનવ્યું છે. જ્યારે કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંતરીયાળ વિસ્તારમાં રહેતા માનવીની ચિંતા કરી છેવાડાનો માનવી ઘર વિહોણો ન રહે કે તે અન્ય યોજનાઓના લાભથી વંચિત ન રહે તે સપનું આજે આપણે પૂર્ણ થતું જોઈ રહ્યા છીએ. આ તકે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હિરાભાઈ ટમારીયા અને મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજાએ પણ પ્રાસંગીક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારને ડબલ વેગ મળી રહ્યો છે. તેઓએ સ્ત્રી શક્તિને આગળ વધારવાનું કાર્ય યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાત સકરકાના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાચા અને જર્જરીત મકાનોમાં રહેતા ઘર વિહોણા પરિવારોને ગ્રામીણ વિસ્તારોમાં તમામ પાયાની સવલતો સાથે પાકા મકાનપ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પુરા પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓના આવાસના બાંધકામનું જુદા-જુદા લેવલનું રૂબરૂ સ્થળ પર જીઓ ટેગ કરવામાં આવે છે. તેમના આધારે તેઓને ઓનલાઈન હપ્તાની રકમ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં તાલુકા કક્ષાએથી જમા કરાવી લાભાર્થીને આવાસ બનાવા માટે સહાય આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ વર્ષ ૨૦૧૬-૧૭ માં ૬૪૮, વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨૧૦, વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૮૩, વર્ષ ૨૦૨૦-૨૧ માં ૨૯૯ અને વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨૫ આવાસો મળી કુલ ૧,૩૬૫ લાભાર્થીઓના આવાસ પૂર્ણ કરવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણના લાભાર્થીને પ્રતિકાત્મક ચાવી મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલાએ તેમજ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબીયા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હિરાભાઈ ટમારીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારેધી, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ તથા ઈશીતાબેન મેર, હળવદ પ્રાંત અધિકારીશ્રી એમ.એ. ઝાલા, અગ્રણી સર્વશ્રીઓ જયુભા જાડેજા, અશોકભાઈ ચાવડા, અરવિંદભાઈ વાંસદડીયા સહિત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યશ્રીઓ લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM