



કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ
તા.૧૮/૦૬/૨૦૨૨ના રોજ ‘ગુજરાત ગૌરવ અભિયાન’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા ખાતે કરેલ કાર્યક્રમની સાથો સાથ રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ ના શહેરી વિસ્તારમાં BLC(બેનિફિસિયરી લેડ કન્સ્ટ્રક્શન)ના ૧૪૦૬ લાભાર્થી ને ગૃહપ્રવેશનો કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, સાસંદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરિયા, ઉપપ્રમુખશ્રી રામાણી તથા મહામંત્રીશ્રી ચાંગેલા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમમાં શહેરી આવાસોની વિગત આપતા રિજયોનલ કમિશ્નર ઓફ મુનિસિપાલિટીસ શ્રી ડો. ધીમંત વ્યાસ(IAS) દ્વારા જણાવેલ કે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ ઝોન અંતર્ગત ૬ જિલ્લામાં કુલ ૩૦ નગરપાલિકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત BLC ઘટક હેઠળ છેલ્લા ચાર વર્ષમાં રૂ.૫૩૨.૩૮ કરોડના ૧૫૨૧૧ મકાનો મંજૂર કરવામાં આવેલ છે. જેમાં રૂ.૨૦૦.૭૯ કરોડના ૫૭૩૭ મકાનો પૂર્ણ થયેલ છે. જે પૈકી રાજકોટ જિલ્લાની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત BLC ઘટક હેઠળ રાજકોટ જિલ્લાની ૬ નગરપાલિકાઓમાં છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ.૮૪.૮૫ કરોડના ૨૪૫૩ મકાનો મંજૂર કરવામાં આવેલ છે. જેમાં રૂ. ૨ લાખ રાજ્ય સરકાર દ્વારા અને રૂ.૧.૫ લાખ કેન્દ્ર સરકાર દ્વારા આમ કુલ રૂ.૩.૫ લાખ સહાય પ્રતિ લાભાર્થી/મકાન દીઠ ૬ હપ્તા પેટે ફાળવવામાં આવે છે. રાજકોટ જિલ્લાના મંજૂર થયેલા કુલ ૨૪૫૩ આવાસ પૈકી રૂ.૪૯.૨૧ કરોડના ૧૪૦૬ મકાનો પૂર્ણ થઈ ગયેલ છે. જે પૂર્ણ થઈ ગયેલા મકાનોના લાભાર્થીઓને આજે આ પ્રસંગે ગૃહ પ્રવેશ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે, જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ(IAS), જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી(IAS), તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અને નગરપાલિકાઓ ગોંડલ, જેતપુર અને ધોરાજીના ચીફ ઓફિસરશ્રીઓ પણ ઉપસ્થિત રહેલ.
