


ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે પણ ફૂલગુલાબી વાતાવરણ વચ્ચે ‘યોગ’ નો નાદ ગુંજ્યો હતો. ‘વિશ્વ યોગ દિવસે’ સાપુતારાના સ્પોર્ટસ કોમ્પ્લેકક્ષ ખાતે સર્વશ્રી રમેશભાઈ ઓઝા, વાસુર્ણાના સુશ્રી હેતલ દીદી, હોટેલ ઓનર્સ એસોસીએશનના સેક્રેટરી શ્રી તુકારામ કરડીલે સહિત, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે, પતંજલીના પ્રિતીબેન ભાવસારે ‘યોગ નિદર્શન’ કરાવ્યુ હતું. ગિરિમથકની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિધાર્થીઓ તથા સાપુતારાના સ્થાનિક રહેવાસીઓએ, ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિતે દેશના પસંદ થયેલા ૭૫ આઈકોનિક સ્થળો પૈકીના એક એવા, ગિરિમથક સાપુતારા ખાતે ‘યોગ’ નો નાદ ગુંજતો કરી, વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

