ગુજરાત સરકાર દ્વારા રેફલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અનાવલ જિ, સુરત ખાતે તબીબી નિષ્ણાતો વર્ગ એક ની નિમણુંક થતાં ખુશી ની લહેર

રિપોર્ટર, મયુરપટેલ-સુરત,મહુવા

   ગુજરાત સરકાર દ્વારા રેફલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અનાવલ જિ, સુરત ખાતે તબીબી નિષ્ણાતો વર્ગ એક ની નિમણુંક થતાં ખુશી ની લહેર 98% આદિવાસી વિસ્તાર ધરાવતો મહુવા તાલુકાના  છેવાડામાં આવતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અનાવલ ખાતે ગુજરાત સરકાર શ્રી દ્વારા તબીબી નિષ્ણાતો વર્ગ 1, ની નિમણુંકતી થતાં ખુશી ની લહેર જોવા મળી  સામુહિક આરોગ્ય કેન્દ્ર અનાવલ ખાતે બાળ રોગોના નિષ્ણાંતો ફિઝિશિયન જનરલ સર્જન એનેસ્થેશિયા જેવી સેવાઓ મળી રહેશે મહુવા તાલુકાના આદિવાસી વિસ્તારમાં દર્દીઓએ આ સેવા લેવા માટે ચીખલી, ખારેલ, બારડોલી, નવસારી, કે વાસદા સુધી જવું પડે છે આ વિસ્તારના દર્દીઓ ગરીબ અને મજૂરી કરીને જીવન નિર્વાહ નિભાવતા હોય છે આ દર્દીઓએ સેવા માટે ચીખલી,ખારેલ, વાંસદા, બારડોલી નવસારી જવા આર્થિક ભારણ સહન કરવું પડે તથા જે તે દિવસ ની મજૂરી પણ ગુમાવતા હતા હવે સામુહિક આરોગ્ય કેન્દ્ર અનાવલ ખાતે તબીબી નિષ્ણાતો નિમણૂક થતા તેનો લાભ મહુવા તાલુકાના ૪૦થી ૫૦ ગામોને થશે..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *