વાસાવડ પ્રાથમિક શાળામાં “શાળા પ્રવેશોત્સવ “યોજાયો’

શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે 100% નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તા સભર શિક્ષણની સાથે સાથે કન્યા કેળવણીને પણ વેગ મળે તે હેતુને લક્ષમાં રાખી બાળક શાળામાં આવવા માટે તત્પર બને તે માટે “કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ – 2022″ નું આયોજન શ્રી વાસાવડ પ્રા શાળામાં તારીખ 23/6/2022 ને ગૂરૂવાર ના રોજ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ ગીર સોમનાથ બાયો ડાયવર્સીટી ના ચેરમેન રાજવીરસિંહ ઝાલા તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ સાહેબ તથા સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી પરમાર સાહેબ તેમજ વિસ્તરણ અધિકારી ચાવડા સાહેબ તથા રૂટ લાઈઝન સી. આર. સી.શ્રી ગૌરવભાઇ મહેતા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાવસિંહ ગોહિલ અને સરપંચ શ્રી મનુભાઈ ઝાલા તેમજ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ smc વાસાવડ ના તમામ સભ્યો અને શાળા ના વાલીઓ અને શાળા પરિવારની હાજરીમા આ પ્રવેશોત્સવ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી અને ધોરણ 1 ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવેલ.ત્યાર બાદ વાસાવડ પ્રા શાળા ના ધોરણ 3 થી 8 તેમજ અન્ય પ્રવૃતિઓ માં શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.. બાળકો દ્વારા મુખ્ય અતિથિઓ ને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ માં રાજવીરસિંહ ઝાલા અને શૈલેન્દ્રસિંહ રાઠોડ સાહેબ એ પ્રેરક ઉદબોધન કર્યું જેમાં વાસાવડ પ્રા શાળા ની મેળવેલ ગુણોત્સવ 2.0 માં જિલ્લા માં બીજા નંબર પર આવવા બદલ અને સ્કૂલ ઓફ એક્સીલેન્સ માં સરાહનીય કામગીરી બદલ વાસાવડ પ્રા શાળા ના આચાર્ય શ્રી દિલીપસિંહ ઝાલા અને શાળા ના તમામ શિક્ષક ગણ અને સી.આર. સી ગૌરવભાઇ મહેતાને શુભેચ્છાઓ પાઠવેલ. ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ ની આભારવિધિમાં આ શાળા ના શિક્ષક અને ભૂતપૂર્વ બી.આર.સી. શ્રી માનસિંહભાઈ ઝાલા એ તમામ અતિથિ તેમજ વાલીગણ અને વડીલો નો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરેલ.અને આ કાર્યક્રમ નું સંચાલન આ શાળાના વિદ્યાર્થીઓ વાળા પલક અને અર્ચન ચાવડા દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *