




ડભોઇ પોલીસ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અને સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ મા મેઘા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઇ પોલીસ અને ચાંદોદ પોલીસ વિભાગ સહિત નગર ના વકીલ મંડળ, સામાજિક આગેવાનો, પત્રકારો , સહિત હોમગાર્ડસ અને ગ્રામ રક્ષક દળ યુનિટ ના જવાનો તેમજ રેવન્યુ વિભાગ ના કર્મચારીઓ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. ડભોઇ ડિવિઝન ના ડી.વાય.એસ.પી , કે.વી.સોલંકી, પી.આઇ.એસ. જે.વાઘેલા, ચાંદોદ પી.એસ.આઈ. એસ.આર. ચૌહાણ, પી.એસ.આઈ.એ.જી.પરમાર સહિત મામલતદાર સી.વી. ચૌધરી, તેમજ સામાજિક આગેવાનો બીરેન શાહ , દિલીપભાઈ પટેલ , વકીલ અશ્વિનભાઈ પટેલ , વકીલ લતીશભાઈ પટેલ , શશીકાંતભાઈ પટેલ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, વિશાલ શાહ , બીરેનભાઈ શાહ, સહિત આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું

