
આણંદ સાંસદ મિતેશ ભાઈ પટેલે પ્રજા સેવક તરીકે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

રિપોર્ટ : બીના પટેલ
આણંદ ના લોકલાડીલા સાંસદ મિતેષભાઈ પટેલ( બકાભાઈ) ના કાર્યાલય નો આજરોજ આણંદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે સાંસદ તરીકે પ્રજા માં સેવકે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. છેલ્લા કેટલાક સમય થી આણંદની મામલતદાર કચેરી માં ફરજ બજાવતા રીટાયાર્ડ કર્મચારી ભાઈલાલ ભાઈ તથા નવ બાળકીઓ ના હસ્તે તેમણે તેમના કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે તેમણે નવ બાળકીઓની પૂજા પણ કરી હતી. ‘ પ્રજા ના સેવક ‘ એવા સાંસદ મિતેષભાઈ પટેલે કરેલ આ અનોખા કાર્ય ને સૌ કોઈ એ આવકાર્યું હતું. આણંદ જિલ્લાની જાહેર જનતાની લોકસેવા માટે આજરોજ સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા જિલ્લા સેવાસદન નજીક તેમના જનસેવા કાર્યાલય નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ દ્વારા સરકારી સેવક અને નવ બાળકીઓ ના હસ્તે તેમના કાર્યાલય નો શુભારંભ કરાવ્યો હતો સાથે સાથે સંતોના હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા માતા-પિતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શહેર અને તાલુકા લેવલે ચૂંટાયેલી પાંખ, જિલ્લા પંચાયતના સભ્યો, તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો,જનસંઘના કાર્યકર્તાઓ,આણંદ જિલ્લા સંગઠન દ્વારા મને જે આશિર્વાદ પ્રાપ્ત થાય છે તેને લઈને વિકાસના કર્યો કરવાનો જોમ વધી રહ્યો છે તે કરવા હું કટિબદ્ધ છું. અને આણંદ જિલ્લા ની પ્રજા માટે આ કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. તેમના પ્રશ્નોને હલ કરવા હમેશાં હું તત્પર રહીશ. આજે જનસેવા કાર્યાલયના શુભારંભ પ્રસંગે સંતો એ ઉપસ્થિત રહી સાંસદ ને આશિર્વાદ આપ્યા હતા અને દીપપ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી અમિતભાઈ ઠાકર,જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લા સંગઠન,આણંદ શહેર સંગઠન,સહિત તમામ શહેર તથા તાલુકા ના કાર્યકરો, નગરપાલીકા ના કાઉન્સિલરો, જિલ્લા પંચાયતના સભ્યો સહિત ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

