ટેકપાડા ગામે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૧મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ*

આહવા: તા: ૮: ડાંગના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તા.૬ જૂન ૨૦૨૨ ના રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ટેકપાડા ગામે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૧મી જન્મજયંતિની ઉજવણી કરવામા આવી હતી.

આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે ગામના આગેવાન સંદીપભાઇ ચૌધરીએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનની ઝાંખી કરાવાતા, ડો. મુખર્જી એક રાષ્ટ્રવાદી નેતા હતા, જેમણે અખિલ ભારતીય જનસંઘની સ્થાપના, હિન્દુ મહાસભા, તથા કોલકાતા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી, તેમ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમમા ૫૦ જેટલા ભાઈ-બેહનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *