ડાંગના ચનખલ તથા બોરખલ ગામે પહોંચી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગના ડુંગરાઓ ખૂંદી રહેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોને ઘમરોળી પ્રજાકિય ચેતના જગાવી રહી છે.

તા. ૫ મી જુલાઈએ આહવાથી નીકળેલી ડાંગ જિલ્લાની આ વિકાસ યાત્રા બીજા દિવસે સાંજે ચનખલ મુકામે પહોંચી હતી. જ્યા જિલ્લાના નોડલ ઓફિસર શ્રી યોગેશ જોશી સાથે તાલુકા સદસ્ય શ્રી કમલેશભાઈ વાઘમારે અને સરપંચ શ્રીમતી વિનુબેન પવાર યાત્રાના સહભાગી બન્યા હતા. ગ્રામજનોને વિવિધ યોજનાકિય લાભોથી લાભાન્વિત કરીને આ યાત્રા, ત્રીજા દિવસે સવારે બોરખલ મુકામે પહોંચી હતી.

બોરખલ ગામે પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, શ્રી રમેશભાઈ ચૌધરી સહિત તાલુકા ચાયતના ઉપપ્રમુખ શ્રી દેવરામભાઇ, તથા સ્થાનિક જનપ્રતિનિધિઓ આ યાત્રાના યાત્રાળુ બન્યા હતા. જેમના હસ્તે ખેતીવાડી વિભાગ ની વિવિધ યોજનાઓના લાભોના વિતરણ સહિત પ્રધાનમંત્રી આવાસ યોજનાની ચાવી હાઇસ્કૂલના નવા શેડનુ લોકાર્પણ, ફળાઉ વૃક્ષોનુ વાવેતર, બીજ જોડાણના મંજુરી પત્રો, PM JAY કાર્ડનુ વિતરણ જેવા જનકલ્યાણકારી કાર્યો હાથ ધરાયા હતા.

આ અવસરે રથ સાથે સંબંધિત વિભાગની અમલીકરણ અધિકારીઓ, અને રથના તાલુકા/જિલ્લાના લાયઝન ઓફિસરો તથા ગ્રામીણ કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *