
માંડવી નગરપાલિકા દ્વારા વારંવાર હિન્દુ ધાર્મિક લાગણી દુભાવવા બાબતે માંડવી પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ હતી. માંડવી ઐમ્સ સ્કૂલ પાસે હડા ખુડી તરીકે ઓળખાતી જગ્યાએ માંડવી નગરપાલિકા દ્વારા મૃત ગૌવંશ ના મૃત દેહો રઝળતા મૂકી દેવામાં આવ્યા છે અગાઉ પણ આ ઘટના ઘટેલ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંડવી નગરપાલિકા ને આવેદન આપતા તત્કાલ મૃતદેહો નો નિકાલ થયેલ સાથે અમે જણાવેલ કે ફરી આવી ધટના ન બને એની નગરપાલિકા તકેદારી રાખે આજ જયારે એ ઘટના ને એક મહિનો પણ પૂરો થયો નથી ત્યારે નગરપાલિકા તંત્રની બેદરકારી એ ઘટના નો પુરાવર્તન થયેલ છે જેથી હિંદુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે અને વારંવાર હિન્દુ ઓની લાગણી દુભાય તેવા કૃત્ય અને ફરજ માં બેદરકારી દાખવવા બદલ નગરપાલિકા પ્રશાસન દ્વારા થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે માંડવી નગરપાલિકા ચીફ ઓફિસર , સેનિટેશન વિભાગ ના અન્ય જવાબદાર લોકો પર કડક રાહે ફોજદારી કાર્યવાહી ની માંગ કરાઈ હતી આ તકે અજય આસોડિયા,રામ જોશી, વિભુ સંઘવી,હિતેશ ભાનુશાલી,મિલન વાઘેલા,હેમાંગ કાનાણી,ધૈર્ય કાનાણી,દીપેશ ચાવડા,કલ્પેશ સિંહ સોઢા, કરણ પરમાર,ઉદય ધકાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

