સેવા હી સમર્પણના સુત્રને સાકાર કરી ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકિય કાર્યો કરવામાં આવ્યા.

શૈશવ રાવ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાજયમાં મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ઘારણ કર્યુ છે. મેધ મહેરના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે તો કેટલાય ગામોમાં નદી-નાળાં છલકાયા છે ત્યારે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની ચિંતા કરી ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો તેમજ ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા તમામ બનતી મદદ કરવાની ખાતરી આપી અને કેન્દ્રિય મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતમાં ચાલી રહેલા વરસાદની માહિતી મેળવીને વહીવટી તંત્રને સજાગ રેહવા સૂચન કર્યું. માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જ્યારે પણ ગુજરાતમાં કોઈ આફત આવી હોય ત્યારે સંગઠન અને સરકાર ખભેથી ખભો મિલાવીને કામ કરે છે. અગાઉ કોરોનાકાળ, તાઉતે વાવાઝોડામાં સરકાર અને સંગઠને સાથે મળીને ગુજરાતની પ્રજાના પડખે ઊભા રહ્યા છે. ગઇકાલથી રાજયમાં આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજયમાં કુદરતી આફત સામે જનતાને પડી રહેલ મુશ્કેલીમાં તેમની પડખે રહી તેમના દુખમાં પણ સાથે આપી સેવા હી સમર્પણ સુત્રને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા લોકોની મદદ કરી સાકાર કરે છે ત્યારે ગઇકાલથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યકરોએ જુદા-જુદા જિલ્લામાં સેવાકીય કાર્યો શરૂ કર્યા છે અને હાલપણ સેવાકીય કાર્યો અવિરત ચાલી રહ્યા છે.નવસારી જિલ્લામાં દસ હજાર લોકોનું સ્થળાતંર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી આ સમગ્ર કાર્ય N.G.O અને ભાજપા કાર્યકરો તેમજ સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું તેમજ 1 હજાર કરિયાણાની કિટ,10 હજાર સુકા નાસ્તાના પેકેટ બનાવડાવામાં આવ્યા છે આ સાથે અસરગ્રસ્ત લોકોને ધાબળા અને તાડ પતરીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યમાં જિલ્લા પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ શ્રી આર.સી.પટેલ, શ્રી પિયુષભાઇ પટેલ, પ્રદેશ મંત્રીશ્રી શિતલબેન, પ્રભારીશ્રી રણજીતભાઇ ચિમના,ઉષાબેન પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડમાં 1500 લોકોનું સ્થળાતંર કરી તેમની રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી તેમજ 800 જેટલી કરિયાણાની કીટો તૈયાર કરી જરૂરિયાત મંદને આપવામા આવી.  આ સેવાકીય કાર્યોમાં જિલ્લા પ્રમુખશ્રી હેંમતભાઇ કંસારા , મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા તથા નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોશ્રીઓ સહિત સ્થાનિક વહિવટી તંત્ર અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં અસરગ્રસ્ત લોકો માટે જમવા માટે રસોડાની  વ્યવસ્થા ઓબીસી મોરચાના પ્રમુખશ્રી ઉદયભાઇ કાનગડની ટીમ દ્વારા કરવામાં આવી. તેમજ 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ 3 હજાર લોકોને ફુડ પેકેટ વહેચાવામાં આવ્યા. આ રાહત કાર્યોમાં રાજકોટ શહેરના પ્રમુખશ્રી કમલેશભાઇ મિરાણી, ઓબીસી મોરચાના પ્રમુખશ્રી ઉદયભાઇ કાનગડ, મેયરશ્રી પ્રદિપભાઇ ડવ, ડે.મેયરશ્રી દર્શિતાબેન શાહ, પુષ્કરભાઇ પટેલ,દરેક વોર્ડના કોર્પોરેટર તથા સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. છોટા ઉદેપુર જિલ્લામાં 1100 જેટલી કરિયાણાની કિટો તૈયાર કરી અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી. પાંચ હજાર લોકોનું સ્થળાતંર કરાવી તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. વડોદરા શહેરમાંથી આજે 2 હજાર કરિયાણાની કિટો જેમાં (પાંચ કિલો ડુંગળી, પાંચ કિલો બટાટા, એક લિટર તેલ, મરચુ, મીઠું ,હળદર, પાંચ કિલો ઘંઉ, પાંચ કિલો, ચોખા, દિવાસળી, મીણબતી, વગેરે ) આપવામાં આવી. સુરત શહેરમાંથી નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં પાંચ હજાર સુકા નાસ્તાના પેકેટ, મોહનથાળ મોકલવામાં આવ્યા. વડોદરા શહેરમાંથી રાજપીપળા ખાતે એક હજાર લોકોને 15 દિવસ ચાલે તેટલું કરિયાણું મોકલવામાં આવ્યુ તેમજ દસ હજાર સુકા નાસ્તાના પેકેટ એ.પી.એમ.સી બોડેલી ખાતે 2 હજાર કરિયાણાની કિટ,તાડપતી,શેતરંજી, ધાબળા ની વ્યવસ્થા કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના બે તાલુકામાં 189 અનાજની કિટોનું વિતરણ કરવામાં આવ્યુ. આ રાહત કાર્યમાં જિલ્લા પ્રમુખશ્રી અશ્વીનભાઇ, મહામંત્રીશ્રી મંયકભાઇ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં 25 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું. દસ હજાર લોકોનું સ્થળાતંર કરી રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી 8 હજાર જેટલી કિટો જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવી. આ રાહત કાર્યમાં સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જીલ્લા મહામંત્રીશ્રી નિલકુમાર રાવ, નગરપાલિકા પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પર્યુષાબેન વસાવા તેમજ સ્થાનિક વહિવટી તંત્ર તેમજ સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. કર્ણાવતી મહાનગર દ્વારા આ અતિવૃષ્ટિ જેવા ભારે વરસાદમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત દરેક વોર્ડમાં જ્યાં-જયાં પાણી ભરાયા હતા ત્યાં કોર્પોરેટરશ્રીઓએ તેમજ સંગઠનના કાર્યકર્તાશ્રીઓએ વરસતા વરસાદમાં ખડે પગે ઉભા રહીને તંત્ર સાથે રહીને પાણીનું સ્તર ત્વરિત ઘટે તે માટે ગટરના ઢાંકણા ખોલીને વરસતા વરસાદમાં કાર્ય કરેલ છે. સંગઠનના પદાધિકારીશ્રીઓ દ્વારા સમગ્ર શહેરમાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં લોકોનો સંપર્ક કરીને લોકોને પડતી અગવડને સંજ્ઞાન લઈને જરૂરિયાત પ્રમાણે સેવા આપેલ છે. આ ઉપરાંત મહાનગરના પ્રમુખશ્રી અમિતભાઈ પી શાહે પાણી ભરાયેલ વિસ્તારોમાં પૂરી શાક અને ખીચડી નું જાતે જઈને વિતરણ કરેલ છે અને તે ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ દ્વારા જ્યાં પાણી ભરાયા છે ત્યાં પૂરી શાક ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાગરિકોને નિશાળોમાં રાખીને તેમને જોઈતી તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

ભરુચ ખાતે જરૂરિયાત મુજબ ફૂડ પેકેટ બનાવી નર્મદા તેમજ છોટા ઉદેપુર મોકલાવશે

ભાવનગર જિલ્લામાં જરૂર પડશે તો કીટ બનાવશે અને કંટ્રોલરમ શરૂ કરશે

કચ્છ જીલ્લામાં અસરગ્રસ્ત ઝૂંપડપટ્ટી વાળા વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટોનું વિતરણ       

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM