ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ના માર્ગદર્શન અનુસાર અતિવૃષ્ટિના લીધે આવી પડેલી આફતમાં નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લા માટે સુરત મહાનગર ભાજપ દ્વારા ૮૦૦૦ નાસ્તાની કીટોનું વિતરણ કરવામાં આવનાર છે.
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સંદર્ભે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ દ્વારા ભાજપ ગુજરાત એકમે એક હેલ્પલાઇન શરૂ કરી છે જેમાં ભારે વરસાદને લઈને જેને તકલીફ હોય તેનું સત્વરે નિરાકરણ લાવવા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે સાંસદ શ્રી ઓ,ધારાસભ્યશ્રીઓ,તથા ચૂંટાયેલા પદાધિકારીઓને તથા સંગઠનના પદાઅધિકારીઓને તેમના વિસ્તારમાં જ્યાં પણ સમસ્યાઓનું સર્જન થયું હોય ત્યાં જાતે જઈ તેનો સત્વરે નિકાલ કરવા હાકલ કરવામાં આવી છે. આ આવી પડેલી આફતમાંથી ઝડપથી બહાર નીકળીએ તેના માટેના કાર્યો સતત ચાલુ છે.
આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સંગઠન એકમ દ્વારા ૮૦૦૦ નાસ્તાની કીટોનું નર્મદા જિલ્લા તથા છોટાઉદેપુર જિલ્લામાં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે આ નાસ્તાની કીટોમાં મોહનથાળ,સુકો નાસ્તો તથા બિસ્કીટો મૂકવામાં આવેલ છે જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક આધાર મળી રહે.