સુરત મહાનગરપાલિકા ધ્વારા માનવ જીવનને નિરામય બનાવવાના હેતુસર યોગગુરૂના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના સ્થળે યોગશિબિરમાં યોગભ્યાસ કરી સ્વાસ્થયની જાળવણી અંગે જાગૃતિ દાખવી

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ” આઝાદી અમૃત મહોત્સવ ” ની ઉજવણી કરવામાં આવી રહી છે . જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે સુરત મહાનગરપાલિકા ધ્વારા ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ” નું આયોજન તા .૦૫ જુલાઈ ૨૦૨૨ થી તા .૧૯ જુલાઈ ૨૦૨૨ દરમ્યાન કરવામાં આવેલ છે . આજરોજ સવારે નગર પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓ અને શિલકો ધ્વારા લિબર્બાયત ઝોન ઓફિસ , ડુંભાલ ફાયર સ્ટેશનની સામે , ડુંભાલ , સુરત સુધી ઉત્સાહપૂર્વક પ્રભાતફેરી કરવામાં આવી . ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક શહેરીજનોએ માનવ જીવનને નિરામય બનાવવાના હેતુસર યોગગુરૂના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના સ્થળે યોગશિબિરમાં યોગભ્યાસ કરી સ્વાસ્થયની જાળવણી અંગે જાગૃતિ દાખવી હતી . તથા લોકોના આરોગ્યની સુખાકારી માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે . તેમજ ગાર્ડન વિભાગ ઘ્વારા વૃક્ષારોપણ અને વિનામુલ્યે રોપાવિતરણ પણ રાખવામાં આવેલ છે . વધુમાં ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ” કાર્યક્રમમાં ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ” રથનું કુમકુમ તિલક તથા સામૈયું કરી માન . ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ , માન , વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ અને માન . મ્યુ . સદસ્યશ્રીઓએ આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો . કાર્યક્રમના શુભારંભ પ્રસંગે પ્રાર્થના , સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ . ત્યારબાદ વીસ વર્ષના વિકાસગાષાનું ગાન અને ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ” અંગેની ફિલ્મ , ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં થયેલ વિકાસ કાર્યોની પ્રતીતી કરાવતી માન . વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વક્તવ્યોની ટૂંકી ફિલ્મ અને પી.એમ.જે.એ.વાય . માં યોજનાની ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી . ત્યારબાદ ઔષધીય રોપાઓથી ઉપસ્થિત મંચસ્થ મહાનુભવોનું ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું . આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું કે , ભારત દેશને આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકારશ્રીએ ‘ વંદે ગુજરાત વિકાસ યાત્રા ’ ’ ૨૫ માધ્યમથી વિવિધ યોજનાઓની માહિતી પુરૂ પાડી છે . માન . વડાપ્રધાન જયારથી ગુજરાત રાજયના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ વિવિધ લોકકલ્યાણકારી પોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી તબકકાવાર પહોંચાડવાનું આયોજન કરેલ છે . કોઈપણ આર્થિક રીતે નબળા વર્ગના લોકોના કુટુંબમાં જયારે કોઈ વ્યકિતને હાર્ટ એટેક , કિડની , કેન્સર જેવી ગંભીર બિમારી થાય ત્યારે તેની સારવાર PMJAY – આયુષ્માન કાર્ડ મારફત હોસ્પિટલમાં રૂા . ૫ લાખ સુધીની સારવારમાં સહાય મેળવી શકે છે . વધુમાં ૩૫૦૦ થી વધુ દિકરીઓના ખાતા ખોલાવી તેઓના સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ પહેલો હપ્તો ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે ભરી આ યોજનાનો શુભારંભ કરવેલ છે . તેમણે જનધન યોજના , અટલ પેન્શન યોજના , પ્રધાનમંત્રી વિમા યોજના , પ્રધાનમંત્રી આવાસ યોજના , મુખ્યમંત્રી સુપોષણ યોજના સહિતની વિવિધ લોકકલ્યાણકારી વોજનાઓના લાભો સંદર્ભે સંક્ષિપ્ત માહિતી આપી હતી . જાતીગ્રામ યોજના હેઠળ સમગ્ર ગુજરાતભરમાં ૧૮,૦૦૦ ગામોમાં વિજળીની સુવિધા પુરી પાડવામાં આવેલ છે . વધુમાં માન . વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોરોના મહામારી દરમ્યાન સમગ્ર દેશમાં તબકકાવાર વેકસીનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે . વધુમાં છેલ્લા બે દાયકા દરમ્યાન ૨૩ કરોડથી વધુ બાળકોની આરોગ્યની તપાસ , ૨ લાખથી વધુ બાળકોની હૃદયની સારવાર , ૪૦ હજાર જેટલા બાળકોની કિડનીની સારવાર , ૨૩ હજારથી વધુ બાળકોની કેન્સરની સારવાર કરી આરોગ્યલક્ષી સુવિધામાં પણ વધારો થયો છે . આમ , ગુજરાત રાજયૈ વિવિધ ક્ષેત્રોમાં વિકાસની અનેક પહેલ કરીને ગુજરાતે સળતા મળેલ છે . આ પ્રસંગે ઉદ્બોધન કરતા માન . મ્યુ સદસ્ય શ્રી વિજયકુમાર ચીમાલે જણાવ્યું કે છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત રાજયમાં રોડ – રસ્તા હાઈ – વે , પાણી , સહિતની વિવિધ માળખાકીય સુવિધામાં વધારો થયો છે , આ ‘ વંદે ગુજરાત વિકાસ યાત્રા ” રથ ૧૫ દિવસ સુધી સમગ્ર રાજયમાં તથા શહેરના વોર્ડદીઠ ફરશે અને ૨૦ વર્ષના વિકાસને જન જન સુધી પહોંચાડશે , ત્યારબાદ મંચા મહાનુભાવોએ લિંબાયત ઝોન વિસ્તારના વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્તના વિકાસ કામની જાહેરાત કરી , પી.એમ.જે.એ.વાય . માં ધોજનાઓ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સર્ટીફિકેટ તથા કીટ વિતરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં માન વિવિધ સમિતીના અધ્યક્ષશ્રીઓ , માન , મ્યુ . સદસ્યશ્રીઓ , મુ , અધિકારીશ્રીઓ , લાભાર્થીઓ , પત્રકારમિત્રો તથા સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહેર્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM