નવસારી જિલ્લાના નવનાથ ધામ બિલીમોરા ના પરમ પૂજ્ય શ્રી છોટેદાદાનું પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભગીરથ સેવા કાર્ય

રિપોર્ટ ,મયુર પટેલ

છેલ્લા કેટલાક દિવસો થી ચાલી રહેલા ધોધમાર વરસાદ ના લીધે ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના ગામો માં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ કપરી પરિસ્થિતિ માં બિલીમોરા ના ધર્મગુરુ શ્રી છોટેદાદા એ સાચા સંત કેવા હોય એનું ઉમદું ઉદાહરણ બતાવ્યું હતું. પરિસ્થિતિ ની જાણ થતા જ પોતે સ્વયં અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાતે દોડી જઈ અસરગ્રસ્ત વિસ્તારો માં પીડિતો ની ભોજન વ્યવસ્થા માટે નવનાથ ધામ નો ભંડારો 24 કલાક માટે કાર્યરત કરી દીધો હતો અને પ્રસાશન ને ખાતરી આપી હતી કે પૂરપીડિતો ની રાહત માટે 24 કલાક એમની સંસ્થા મદદરૂપ રહેશે. શેરીઓમાં અને ઘરે ઘરે ફરીને એમને પોતે ફૂડ પેકેટ્સ નું વિતરણ કર્યું હતું. 25000 થી 30000 જેટલા પીડિતો ને પૂર ની સ્થિતિ માં રાહત પહુંચાડવામાં આવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM