વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું ટંકારા તાલુકાના વિરપર ગામે ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું.

રીપોર્ટ :-મનુ ભાઈ ખાંડેખા
છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલ વિકાસની સોડમ જન જન સુધી પ્રસરાવવા આજરોજ ટંકારા તાલુકાના વીરપર ગામે નવા વીરપર પ્રાથમિક શાળા મુકામે આવી પહોંચતા ટંકારા તાલુકામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ” ને આગળ પ્રસ્થાન કરાવી ગામના જનજન ને વિકાસયાત્રામાં જોડ્યા અને વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને વિકાસ રથ”ને પ્રજાજનો દ્વારા ઉમેળકાભેર આવકારવામાં આવ્યો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જરૂરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કર્યાં હતા.આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત કારોબારી સદસ્ય જેન્તીભાઇ પડસુમ્બીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુભાઈ કામરિયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા, જિલ્લા પંચાયત સદસ્ય નથુ ભાઈ કડીવાર જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા, મહીલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા તેમજ મામલતદારશ્રી સખીયા સાહેબ , ટીડીઓશ્રી, હર્ષવર્ધન જાડેજા સાહેબ, પ્રાથમિક સ્કૂલ ના આચાર્યશ્રી, ગામ સરપંચ મહેશભાઈ લીખીયા અને ઉપસરપંચ, તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *