
રિપોર્ટ : બીના પટેલ
ચેતન કટારીયા અને પૂનમ મહેતા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું. સામાજિક કાર્યો માં અગ્રેસર એવા કર્તવ્ય ફાઉન્ડેશન (જય હિન્દ ગ્રુપ) દ્વારા છેલ્લા ચાર વર્ષ થી રોપા વિતરણ નું કાર્ય થાય છે. પ્રજાજનો માં પ્રકૃતિ પ્રેમ વધે,વૃક્ષો નું મહત્વ સમજાય અને પર્યાવરણ નું જતન થાય તેના માટે રોપાઓ નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ આણંદ અને વિવિનગર વાસિયો એ લીધો હતો.જેમાં આ વર્ષે આયુર્વેદિક રોપાઓ પર વિશેષ ભાર રહ્યો હતો.લોકો તુલસી,અરડૂસી,અજમો અને એલોવિરા જેવા છોડવાઓ ની માંગણી કરતા હતા. ” કર્તવ્ય ફાઉન્ડેશન” યુવાનો દ્વારા ચાલતી એક સમાજ સેવાકીય સંસ્થા છે જેમાં ગરીબ બાળકો ને શિક્ષણ,શેક્ષનિક સહાય,પર્યાવરણ નું રક્ષણ,સમાજ સુધાર,તાત્કાલિક લોહી ની જરૂરત કરવી જેવી ઘણી પ્રવૃતિઓ કરી રહી છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મીના સોંકર,ડિમ્પલ પરમાર,દીપક , બિલ્કિશ કુરેશી,નવીન તળપદા,રૂબિના અંસારી,જીજ્ઞેશ વાલ્મીકિ,નાઝનીન અંસારી,પ્રકાશ તડવી,દર્શન સાલના,કલ્પેશ વાઘેલા અને રૂદ્ર પ્રજાપતિ જેવા યુવા મિત્રો એ પોતાનો કિંમતી સમય આપીને આ આયોજન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.

