રાપર તાલુકાના ફતેગઢ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને ગામલોકોએ સામૈયું કરીને હર્ષભેર આવકાર આપયો

૯૮ લાભાર્થીઓને વિવિધ યોજનાની અને કીટ પ્રમાણપત્ર એનાયત કરાયાં

રાપર તાલુકાના ફતેગઢ  ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થતાં ગામ લોકોએ સામૈયું કરીને અને સ્વાગત ગીત રજુ કરીને રથને આવકાર્યો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ દ્વારા રાજ્યના વિકાસની ટૂંકી ફિલ્મ ગામ લોકોને દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ સરકારશ્રીની વિવિધ યોજનાની જાણકારી આપી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું તેમજ સરકારશ્રીના વિકાસમાં ગામલોકો પણ જોડાય અને રાજયના વિકાસમાં ભાગીદાર બને તેવો અનુરોધ કરવામાં આવયો હતો.    આ પ્રસંગે મહાનુભવો દ્વારા આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ખેતીવાડી વીજ કનેકશન, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના વગેરેના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ વિતરણ કરાયા હતા તેમજ આરોગ્ય વિભાગ અંતર્ગત ગામ લોકોને ફ્રી પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં હતાં  આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વણવીરભાઇ સોલંકી, કે.ડી.સી બેન્કના વાઇસ ચેરમેનશ્રી અંબાવીભાઈ વાવિયા, માજી સરપંચશ્રી ભીમાભાઇ રાજપુત, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.વી. મોઢેરા, નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.કે.પરમાર, વિસ્તરણ અધિકારીશ્રી બી.પી.ગોસાઈ, વિસ્તરણ અધિકારીશ્રી કે.એમ.ડામોર, તલાટીશ્રી ટી.એમ.પ્રજાપતિ, તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *