પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

વલસાડ

વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતા શહેરના મોગરાવાડી રેલવે ગરનાળામાં કચરો, રેતી, માટી વગેરે ભરાતા પાણીના નિકાલ માટે ભારે તકલીફ પડી રહી હતી. જેથી થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા લોકોને અવરજવર માટે લાંબો ચકરાવો ખાવો પડતો હોય છે. જેથી મોગરાવાડીના હજારો લોકોની સમસ્યાનો નિકાલ લાવવા માટે તા. 18 જુલાઈને સોમવારના રોજ મોગરાવાડી ગરનાળુ વલસાડ નગર પાલિકા દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું. પાલિકા સભ્ય ગીરીશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા ગરનાળાની સફાઈ કરવામાં આવી હતી. જેથી સરળતાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *