આણંદ ના વિકાસ માટે કટિબદ્ધ સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ)

નડિયાદ – પેટલાદ તેમજ પેટલાદ- ભાદરણ રેલ્વે ને બ્રોડ ગેજ કન્વર્ઝન નું કામ પૂર્ણ થતાં લોકો ને મુસાફરી માં સવલતો થશે અને સરળ પરિવહન નો લાભ લોકોને મળતો થશે

બીના પટેલ

આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ) આણંદ જિલ્લા ના વિકાસ અને જન સુખાકરી ના કામો
કરવા માં હંમેશા તત્પરતા દાખવી છે.ત્યારે વધુ એક સિદ્ધિ આણંદ ના લોકો ની જન સુખારી ને ઉપયોગી નીવડે તેવા નડિયાદ-પેટલાદ અને પેટલાદ- ભાદરણ રેલ્વે ને બ્રોડ ગેજેમાં સમાવેશ કરવા ની મંજૂરી અપાવવા માં સફળ રહ્યા છે.

નડિયાદ-ભાદરણ રેલ માર્ગનું નિર્માણ 1913માં થયું હતું. એટલે કે આ રેલમાર્ગ પર 100 વર્ષથી વધુ સમય સુધી યાત્રા ચાલુ રહી. 1913માં પીજથી ભાદરણ વચ્ચે આ લાઇન બનાવવામાં આવી હતી. પરંતુ 1953માં પીજ અને નડિયાદ વચ્ચે 4 કિમીની લાઈન બાંધીને તેને નડિયાદ સુધી લંબાવવામાં આવી હતી. આ રેલ્વે રૂટ પર ચાલતી ટ્રેનને સ્થાનિક લોકો બાપુ ટ્રેન તરીકે ઓળખતા હતા. નડિયાદથી ભાદરણ નેરોગેજ આ નેટવર્કને બંધ કરીને તેને બ્રોડગેજમાં ફેરવવાનું રેલ બજેટ 2016માં કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ 2018માં આ માર્ગને મુખ્ય લાઇનમાં ફેરવવા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. નડિયાદથી ભાદરણ નેરોગેજ વચ્ચે કુલ આઠ રેલ્વે સ્ટેશન છે જે 58.2 કિલોમીટર છે. આ રેલ્વે લાઇન બંધ થવાના કારણે સ્થાનિક લોકો, ખેડૂતો, વેપારીઓને વેપારી શહેર એવા નડિયાદમાં મુસાફરી કરવામાં અગવડ પડી રહી હતી, જેનો નિરાકરણ કરવા માં આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ સફળ રહ્યા છે.
નડિયાદ – પેટલાદ તેમજ પેટલાદ – ભાદરણ રેલ્વે ને બ્રોડ ગેજ કન્વર્ઝન નું કામ પૂર્ણ થતાં લોકો ને મુસાફરી માં સવલતો થશે અને સરળ પરિવહન નો લાભ લોકોને મળતો થશે..

તારીખ 15 માર્ચ 2022 લોકસભામાં 2022-23 વર્ષ માં રેલ્વે અનુદાન પર ચર્ચા કરવામા આવેલ ત્યારે આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા રેલ્વે અનુદાનની માંગ કરેલ જેમા નડિયાદ – પેટલાદ તેમજ પેટલાદ – ભાદરણ રેલ્વે ને બ્રોડ ગેજ કન્વર્ઝન કરવા લોકસભામાં પ્રશ્ન મુકેલ હતો.

ભારતીય રેલ્વે દ્વારા ગુજરાતમાં બાકીની 933 કિમી મીટર ગેજ લાઈનોને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લઈ રહી છે. જેમાં સૌ પ્રથમ 300 કિમી ગેજ કન્વર્ઝનના કામને મંજૂરી આપવામાં આવી છે જેમાં નડિયાદ-પેટલાદ અને પેટલાદ- ભાદરણ રેલ્વે ને બ્રોડ ગેજેમાં સમાવેશ કરવામા આવેલ છે જે આણંદ જીલ્લા માટે ગૌરવની વાત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *