લમ્પી રોગચાળા સામે પશુઓની સારવાર વધુ સઘન બનાવો : જીગર તરચંદભાઈ છેડા

કચ્છી વિશા ઓશવાળ અને સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર ભાઈ છેડા દ્વારા મુખ્યમંત્રીને તાત્કાલિક પગલાં ભરવા પત્ર પાઠવી કરાઈ માંગ

ચ્છમાં લમ્પી રોગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે જિલ્લામાં ગૌવંશ નું મોટા માં મરણ થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લમ્પી રોગચાળા સામે પશુઓની સારવાર વધુ સઘન બનાવવા કવિઓ જૈન મહાજન અને સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી માંગ કરી છે. જીગરભાઈ છેડાએ પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ પશુઓમાં લમ્પી વાયરસનો ફેલાવો થયો છે ત્યારે સરકાર, જિલ્લા વહિવટી તંત્ર, સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ઘનિષ્ઠ સારવાર અપાઈ રહી છે, પરંતુ કચ્છનો વિસ્તાર મોટો હોઈ લમ્પી રોગ સામેની સારવાર ઝુંબેશને વધુ સઘન બનાવવા માટે કચ્છના દસે દસ તાલુકાઓ દીઠ પશુ તબીબોની વધારાની ટીમો મોકલી આપવામાં આવે તેમજ લમ્પી રોગચાળાને ફેલાતો અટકાવવા માટે પશુપાલકોમાં જાગૃતિ આવે તે માટે પણ સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, હાલમાં લમ્પી વાયરસના કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તે વેળાએ માલધારીઓ અનશન વ્રતધારી સ્વ. તારાચંદભાઈ છેડાની ખોટ સાલી રહી હોવાનું જણાવી રહ્યા છે. તેઓ હાલ આપણી વચ્ચે હોત તો તેઓએ તરત જ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે જાેડીને આ રોગચાળા સામે બાથ ભીડી હોત. સ્વ. તારાચંદભાઈ છેડાના નકશેકદમ પર ચાલીને તેમના પુત્ર જીગરભાઈ છેડાએ આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને મોરના ઈંડા ચિતરવા ન પડે તે ઉક્તિને સાર્થક કરી બતાવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *