
નવ ડેમોમા ૯૩.૮૯ મિલિયન ક્યુસેક ફીટ પાણીનો જથ્થ

૫૦ ગામોના ૫૮,૬૭૦ લોકોને માટે ઉપયોગી પાણી પુરવઠા વિભાગના નવ ડેમો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૨૦ : ડુંગરાળ અને ખડકાળ વિસ્તારમાં આવેલા ડાંગ જિલ્લાના તમામે તમામ નવ ડેમો, ચાલુ ચોમાસાની ઋતુમા છલોછલ ભરાઈ જવા પામ્યા છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાને પાણી પૂરૂ પાડતા લશ્કરીયાના બે ડેમો સહિત ભિસ્યા ડેમ, ગલકુંડ, ધવલીદોડ, વાંઝટટેમ્બ્રુન, સુબીર, જામન્યામાળ, અને કિરલીના ડેમમાં કુલ ૯૩.૮૯ MCFT જેટલુ, એટલે કે ક્ષમતાના સો ટકા જેટલુ પાણી ભરાઈ જવા પામ્યુ છે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ડાંગ જિલ્લાના કાર્યપાલક ઈજનેર શ્રી હેમંત ઢીમ્મરના જણાવ્યા અનુસારના પાણી પુરવઠા હસ્તકના આ નવ ડેમોનો લાભ, જિલ્લાના ૫૦ ગામોના ૫૮,૬૭૦ લોકોને વર્ષભર પૂરો પાડવામા આવી રહ્યો છે.
ચાલુ વરસાદી સીઝનમા આ તમામ ડેમો ઓવરફ્લો થતા તેની સ્ટોરેજ કેપેસિટી જેટલુ પાણી સંગ્રહિત થઈ ચુક્યુ છે. તેમ જણાવતા શ્રી ઢીમ્મરે આ ગામોની દરરોજની સામાન્ય રીતે ૪.૪૭ મિલીયન લીટર પર ડે ની ડીમાન્ડ રહેતી હોય છે તેમ જણાવ્યુ હતુ.
ડેમના લાભાર્થી ગામો અને જનસંખ્યાની વિગતો જોઈએ તો ભિસ્યા ડેમ થી જિલ્લાના ૭ ગામોના ૬૩૭૨ લોકો લાભાન્વિત થઈ રહ્યા છે, જ્યારે ગલકુંડ ડેમ થી ૧૦ ગામોના ૫૦૨૯ લોકો, ધવલીદોડ ડેમ થી ૨ ગામોના ૪૩૬૯ લોકો, વાંઝટટેમ્બ્રુન ડેમથી ૧૯ ગામોના ૧૧,૫૧૬ લોકો, નિલશાકયા-૧ અને ૨થી ૧ ગામ (આહવા)ના ૧૭,૭૫૪ લોકો, સુબીરના ડેમ થી ૪ ગામોના ૭૨૧૬ લોકો, જામન્યામાળ ડેમ થી ૪ ગામોના ૪૩૯૬ લોકો, તથા કિરલી ડેમ થી ૩ ગામોના ૨૦૧૮ લોકો મળી કુલ ૯ ડેમ થી ૫૦ ગામોના ૫૮,૬૭૦ લોકો લાભાન્વિત થઈ રહ્યા છે.

