પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

ધર્મ કરતા પાપના પ્રતિ અરૂચિ ઉત્પન્ન થઇ રહી હોય તો સમજી લેજો કે જિનવાણી શ્રવણ સાર્થક થઇ રહ્યાં છે. મુનિ નયશેખર વિજયજી

ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવવામાં સંતો મહંતો મહાત્મા ઋષિમુનિઓનું યોગદાન મહત્વનું રહયું છે.અત્યારે ચાતુર્માસ ચાલી રહયો છે.પૃથ્વીલોકના આ દિવ્ય આત્મા ચાર મહિના વિહાર કરવાને જયાં હોય ત્યાં સ્થાયી થઈને એ વિસ્તારમાં વ્યાખ્યાન માંગલિક આપી જે તે વિસ્તારમાં રહેતા લોકોમાં દિવ્ય જયોત પ્રગટાવવા સતત પ્રયત્ન કરે છે.સંસારનો ત્યાગ કરીને સંસારીઓને સુમાર્ગે આગળ વધી સરળ જીવનજવી અન્ય જીવો પર્યાવરણના ઉછેર જતનનો સંકલ્પ લેવડાવે છે કે જે તેના જીવન માટે એક મહત્વનું અંગ બની રહે.ધર્મ એ જીવન જીવવાની ઉમદા કળા છે.સંપ્રદાય જે તે સમાજ કબીલામાં રહેવા માટેનું વર્તુળ છે.જૈન સંપ્રદાયે ધર્મના સહારે માનવજાતને જીવોને જીવવા દો..અહીંસા પરમો ધર્મનો સંદેશો આપ્યો કે માનવજાતને સુખ સમૃદ્ધિથી જીવન જીવવું હશે તો અન્ય જીવો નું જતન કરવું જ પડશે.પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ના ચાતુર્માસ પ્રવેશ તથા ગુરુદેવની 9મી પુણ્યતિથિ પ્રસંગે શ્રીમાન હરેશભાઈ ચૌધરી સદભાવ ટ્રસ્ટ ગ્રુપ-પાલનપુર એ પૂજ્ય ગુરુ ભગવંતના ચાતુર્માસ પ્રવેશમાં હાજરી આપેલ ત્યારે ગુરુપૂજન અને ચાતુર્માસ અંતર્ગત ભીમસેન ચરિત્ર ગ્રંથનું વાંચન થશે તેનો પણ લાભ શ્રીમાન હરેશભાઈ ચૌધરી એ લીધેલ.પૂજય ગુરુદેવશ્રીએ તેમને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠ્ય આગળ વધી રાજ્યની દેશની અને રાષ્ટ્રની સેવામાં આગળ વધે એવા આશીર્વાદ આપેલ.આ ગ્રંથમાં શું છે તેની સંક્ષિપ્ત જાણકારી મેળવીએ તો જૈન શાસન-માં શ્રુતનો મહાસાગર સમાયેલો છે.જ્ઞાનનો અખૂટ ખજાનો ભરેલો છે.વિશ્વમાં ક્યાંય તેનો જોટો જડે તેમ નથી. શ્રુતસાગરનું ચાર વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.દ્રવ્યાનુયોગ વિભાગમાં,ષટદ્રવ્ય, સંબંધી વિચાર,કર્મોની સ્થિતિ વિગેરે તાત્વિક પદાર્થોનો સમાવેશ કરવામાં આવેલ છે.એ તાત્વિક પદાર્થોને સરળતાથી સમજાવવા માટે દ્રવ્યાનુ યોગના પણ અનેક ગ્રંથો શાસ્ત્રકાર મહાપુરુષોએ રચેલા છે.ત્યાર પછીના કથાનુયોગમાં અનેક મહાપુરુષોના જીવનચરિત્રો દ્વારા આત્માને જાગૃત કરવાનો અજોડ પુરુષાર્થ કરાયો છે. ગણિત યોગમાં ક્ષેત્ર,દીપ વગેરેના પ્રમાણો,સૂર્ય,ચંદ્ર આદિ જ્યોતિષચક્રનું વર્ણન આવે છે. ચરણકરગાનું યોગમાં ચારિત્ર સંબંધી અને ક્રિયાસંબંધી વિધિઓનું વિશ્લેષણ કરાયું છે.ચારે અનુયોગના અનેક ગ્રંથોની મહાપુરુષો દ્વારા રચના થઇ છે. તેમાંથી ઘણા ગ્રંથો નષ્ટ પણ થવા પામ્યા છે છતાં પણ આપણું સદભાગ્ય છે અત્યારે પણ અનેક ગ્રંથો વિદ્યમાન છે. એક એક ગ્રંથોમાં ચારે અનુયોગનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.પૂર્વભવમાં હાસ્ય,ગમ્મત, અભિમાન આદિના કારણે.ભીમસેન રાજાના આત્માએ જે-જે ક્ષતિઓ કરેલી. મહાત્માની ત્રણ-ત્રણ વાર વિડંબણા કરેલી. તેના પ્રતાપે ભીમસેનના ભવમાં જે વિપત્તિઓની વણઝાર આવી પડે છે.તેનું હૃદયદ્રાવક વાર્ણન-ભીમસેન રાજાના ચરિત્રમાં જોવા મળે છે.રાજ્ય ત્યાગથી માંડીને છેક આચાર્ય ભગવંતનો સમાગમ નથી થતો ત્યાં સુધીના એક-એક દિવસો પખવાડિયાઓ મહિનાઓ વર્ષો સુધી ભીમસેન અને સુશીલાએ પરિવાર સાથે જે યાતના ભોગવી છે.તે વાંચતા વાંચતા પણ નયનો સજળ બની જાય આવી વિપત્તિઓની વચ્ચે પણ તે મહાપુરુષોની વીરતા, સત્વશાલીતા,શીયલનિષ્ઠા અનુપમ કોટિની જોવા મળે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM