“હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે અરવલ્લી જિલ્લામાં કરાયેલા આયોજન અંગે મુખ્ય સચિવશ્રી ગાંધીનગર દ્વારા વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષનો ભવ્ય ઉત્સવ એવા આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા આપણા દેશના રાષ્ટ્રધ્વજના સન્માનમાં તારીખ ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન રાજ્યના દરેક જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થનાર છે. “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વરચ્યુઅલી બેઠક યોજાઈ .

ગુજરાતના ચીફ સેક્રેટરીશ્રી પંકજકુમાર અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર અને સંબંધિત વિભાગના સચિવ શ્રીઓની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં કાર્યક્રમ સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લામાં કરાયેલા આયોજન અંગે વિગતો આપી હતી. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાને મિશન મોડ પર કઈ રીતે લઈ જવાશે તેની રૂપરેખા આપી.બેઠકમાં તારીખ ૧૩ થી ૧૫ દરમિયાન ગ્રામ્ય અને શહેરી લેવલે તમામ દુકાનો ઉદ્યોગગૃહો અને વેપાર ગૃહ, સરકારી અને ખાનગી કચેરીઓ સહિતની તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાય તેમજ સખીમંડળ, સસ્તા અનાજની દુકાનો, સરકારી ભવનો. ડેરી, ઉત્પાદન બજાર સમિતિ તથા ગ્રામ પંચાયતો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવાય તેવું આયોજન કરવામાં આવશે. આંગણવાડી, આશાવર્કર, ગ્રામસેવક, તલાટી વગેરેનો સહયોગ લઇ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રધ્વજને યોગ્ય સાઈઝ, ખરીદ, વેચાણની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ અને ચૂંટાયેલા લોકોને પણ સામેલ કરવામાં આવશે.યોગ્ય પ્રસાર-પ્રચાર માટે સોશિયલ મીડિયા અને ટ્વીટર હેન્ડલ તેમજ હોર્ડિંગ્સ બેનર્સ દ્વારા પણ લોકજાગૃતિ અને રાષ્ટ્રભાવના જગાડવા પૂરતો પ્રયાસ કરવામાં આવશે. શાળા-કોલેજમાં હરીફાઈ, પ્રભાતફેરી, રેલી પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર વધુમાં વધુ લોકો ભાગ લઇ રાષ્ટ્રધ્વજ અને દેશ માટેની રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા પ્રયાસો કરવા સૂચિત કરાયું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીના ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વેતા તિવેટિયા , જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત,ઉપસ્થિત રહ્યા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM