આહવા કોલેજમા યોજાયો ગુરુ વંદના કાર્યક્રમ

રકારી વિનયન અને વાણિજય કોલેજ-આહવાના NSS વિભાગ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ તાજેતરમા“ગુરુ વંદના” કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. કાર્યક્રમમા વક્તા અને મહાનુભાવોનુકુમકુમ તિલકથી સ્વાગત કરાયા બાદ, પ્રાર્થના કરી અને વક્તાશ્રી એમ.સી.ભુસારા, જિલ્લા શિક્ષણાધિકારી ડાંગનુ પુષ્પગુચ્છ અને પુસ્તકની ભેટ આપી ભારતિય પરંપરા મુજબ સન્માન કરવામા આવ્યુ હતુ. સાથે કોલેજના આચાર્યશ્રી સહિત અધ્યાપક ગણ (ગુરુજનો)નુ પણ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી, ચરણ સ્પર્શ કરી આર્શીવાદ મેળવ્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમા આચાર્યશ્રી દ્વારા વ્યાસ મુનિથી શિવાજી અને ગાંધીજી જેવા મહાપુરુષોના ઉદાહરણ આપી,ગુરુ વંદનાના મહત્વ સાથે આદિ અનાદિકાળથી ચાલી આવેલી ગુરુ વંદના પરંપરાનુમાહાત્મ્ય સ્પસ્ટ કરાયુ હતુ. જીવનના દરેક ક્ષણ અને પળોમા નાના કે મોટા ભૌતિક કે આધ્યાત્મિક ગુરુજનોનુ મહત્વનુ યોગદાન રહેલુ હોય છે. જેમકે ગાય માતા એ પણ ઘણી બાબતો શીખવી જાય છે. આમ ગુરુનુ સ્થાન આપણા જીવનમાકેવુ હોવુ જોઈએ, તેનુપોતાના જીવનનુ જીવંત ઉદાહરણ પુરુ પાડી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રેરણા પુરી પાડી હતી. “ગુરુ વંદના” કાર્યક્રમમા ડાંગ જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જીવનની વિવિધ અવસ્થાઓમા મળતા ગુરુઓના માર્ગદર્શન અને વિવિધ પ્રકારના ગુરુજનો આપણા જીવનને કેવી રીતે કેળવે છે, અને જીવન ઘડતર કરે છે તેની સમજ આપી હતી. વ્યાવસાયિક ગુરુજનોનુમહત્વ સમજાવતા શ્રી ભુસારાએ જીવનની આંતરિક શક્તિઓને કેળવવા શું કરવું અને કેવી રીતે આંતરીક શક્તિઓ કામ કરે છે તે વિશેનું જ્ઞાન પુરુ પાડ્યુ હતુ. માનવ જીવનમા જેનુ ખુબ જ મહત્વ રહેલુ છે એવા આધ્યાત્મિક જ્ઞાનની વાતો સંત રોહિદાસ અને પીપા રાજા, નરસિંહ મહેતા, મીરાબાઈ અને શ્રીકૃષ્ણ એવા સચોટ ઉદાહરણો આપી આધ્યાત્મકિ ભાથુ પુરુ પાડ્યું હતુ. સાથે સાથે મનુષ્યમા રહેલા કર્મો અને તેણા ફળને આધારે મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે તેની વાત કરી હતી. આમ ગુરુજનોનુ અનન્ય મહત્વ મનુષ્ય જીવનમા રહેલું છે તે સમજાવ્યુ હતું. ગુરુ વંદના કાર્યક્રમમા 170 જેટલા વિદ્યાર્થીઓ અને NSS ના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના સુચારુ માર્ગદર્શન હેઠળ SRC સમિતિના અધ્યક્ષશ્રી પ્રા.અજીત પટેલના સાથ સહકારથી NSS ના પ્રોગ્રામ ઓફિસરશ્રી પ્રા.વિનોદ ગવળી અને ડૉ.જે.એલ.ગાવિત દ્વારા સફળ રીતે આયોજન કરી કાર્યક્રમને પૂર્ણ કરવામા આવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM