લમ્પી સ્ક્રિન વાયરસ વિરુદ્ધ દૂધસાગર નો સંઘર્ષ

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

ગુજરાત માં પ્રવેશ લઈ ચૂકેલા લમ્પી રોગ થી ગુજરાત ના તમામ પશુધન ને સુરક્ષિત રાખવા અત્યારે ગુજરાત રાજ્ય સરકાર સહિત તમામ દૂધ સંઘ વૈજ્ઞાનિક અભિગમ થી સંઘર્ષ કરી આ રોગ વિરુદ્ધ યુદ્ધ ના ધોરણે રસીકરણ અભિયાન શરૂ કરી દીધું છે . મહેસાણા ની દૂધસાગર ડેરી ના કાર્યક્ષેત્ર માં હજી આ રોગ નો પ્રવેશ થયો નથી ત્યારે સંસ્થા ના ચેરમેન શ્રી. અશોકભાઇ ચૌધરી સાહેબ ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગત્ રોજ દૂધસાગર ડેરી ના નિષ્ણાત ડોક્ટર ની એક ટીમ કચ્છ પહોંચી હતી . આજે કચ્છ માં વધું ડોક્ટરો ની જરૂરિયાત જણાતાં વધું એક ટીમ આ લખાય છે ત્યારે બસ દ્વારા કચ્છ તરફ આગળ વધી આ રોગ ની નાબૂદી માં પોતાનું યોગદાન આપવા સૈનિક જુસ્સા થી કર્તવ્યપથ ઉપર યોગદાન નોંધાવી સંસ્થા ધર્મ અને સેવા બંને સાથે નોંધાવી રહી છે .


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *