અરવલ્લીના ભિલોડાનો ‘સુનસર ધોધ’ વરસાદ પડતાં જીવંત થયો

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે આવેલ ભિલોડા તાલુકા નું સુનસર ગામ, સુનસર ગામ નું નામ આવે એટલે તરત જ લોકોના મગજ માં સુનસર નો ધોધ યાદ આવી જાય. ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે લોકો ધોધ ચાલુ થવાની રાહ જોઈ રહે , અને જ્યારે ચોમાસુ જામે ત્યારે ત્રણ ચાર દિવસ વરસાદ ચાલુ રહે એટલે આ ધોધ શરૂ થાય છે. ધોધ તો વર્ષો થી પડે છે પણ હાલના સોશિયલ મીડિયા ના જમાનામાં છેલ્લા આઠ દસ વર્ષ થી આ ધોધ ખૂબ પ્રખ્યાત થયો છે. દૂર દૂર થી સહેલાણીઓ અહી ધોધ જોવા આવે છે અને આ ધોધ એમને “મીની કાશ્મીર” નો અહેસાસ કરાવે છે. ડુંગર ઉપર થી ત્રણ સ્ટેપ પર પાણી પડીને આહલાદક દૃશ્ય ઉત્પન્ન કરે છે તળેટી માં ધરતી માતાનું મંદિર આવેલ છે, જેમાં સ્થાનિક લોકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *