વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યના હસ્તે માઇનાપડ ખાતે માનકુવાથી નિરોણા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

પશુઓને લમ્પી રોગથી બચાવવા યોજાતા કેમ્પ અને રસીકરણનો લાભ લેવા માલધારીઓને અનુરોધ – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા

રૂ.૧૦ કરોડના ખર્ચે માનકુવા- કોડકી-મખણા-વટાછડ-નિરોણા સુધીના રસ્તાનું સ્ટ્રેન્ધનીંગ એન્ડ રિસર્ફેસીંગ કામ કરાશે કડિયા ધ્રો નો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા વિધાનસભા અધ્યક્ષાશ્રીએ દર્શાવી કટિબધ્ધતા

ભુજ, બુધવાર : માઇનાપડ-સુમરાસર(જત) ખાતે આજરોજ વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નિમાબેન આચાર્યના હસ્તે રૂ. ૧૦ કરોડના ખર્ચે સ્ટ્રેન્ધનીંગ એન્ડ રિસર્ફેસીંગ થનારા માનકુવા- કોડકી-મખણા-વટાછડથી નિરોણા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર લોકવિકાસના કામો માટે ચિંતિત છે. ખાસ કિસ્સામાં આ રસ્તાને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ૨૪ ગામને જોડતો આ રસ્તો બની જતાં લોકો માટે ખૂબ ઉપયોગી નીવડશે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, હાજીપીર સુધીના રસ્તાના નવીનીકરણ માટે અત્યારસુધી રૂ.૫૦ કરોડની ફાળવણી કરાઇ છે. આમ, સરકાર લોકલાગણીને જોઇને વિવિધ રસ્તાના કામોને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે લોકોની પણ ફરજ બને છે કે રાજયના વિકાસમાં પોતાનું યોગદાન આપે. આ પ્રસંગે તેમણે નથ્થરકુઇમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરીની પણ વાત કરતા વિશ્વ ફલક પર મૂકાયેલા કડિયા ધ્રોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કટિબધ્ધતા વ્યકત કરીને સ્થાનિક આગેવાનોને કડિયા ધ્રોના વિકાસની બ્લુપ્રિન્ટ રજૂ કરવા જણાવ્યુ હતું . આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, કોઇપણ વિસ્તારના વિકાસ માટે સારા રસ્તા હોવા પ્રાથમિક જરૂરિયાત છે. તેમાં પણ ભૌગોલિક દષ્ટિએ વિવિધતા ધરાવતા કચ્છમાં યોગ્ય રસ્તા હોય તો વિકાસ વધુ વેગીલો બની શકે ત્યારે આ બિંદુને ધ્યાનમાં રાખીને વિવિધ રસ્તાના કામો કરાઇ રહ્યા છે. તેમણે આ તકે આ વિસ્તારના માલધારીઓને પશુઓમાં ફેલાયેલા લમ્પી રોગને નાથવા સરકાર દ્વારા યોજાતા સારવાર કેમ્પ અને રસીકરણનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રીનું અખિલ જત સમાજના આગેવાનો તથા આસપાસના ગામોના સરપંચશ્રીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી કુંવરબેન મહેશ્વરી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ડાયાભાઇ વરચંદ, સર્વશ્રી અગ્રણીઓમાં જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ સુરેશભાઇ છાંગા, અખિલ જત સમાજના પ્રમુખ જત ઇશાક ઉમર, ભીમજીભાઇ જોધાણી, મામદભાઇ જત, ઇશાકભાઇ જત, જયેશભાઇ ભાનુશાલી, દામજીભાઇ ચાડ, હરીભાઇ ગાગલ, ઓમર અબ્દુલા, જુમા મુસા જત, ઇશા દાઉદ, રવજીભાઇ રાજા, મામદ જુમા, મુસા મામદ, અબ્દ્રેમાન રમજુ, મામદ ઓસમાણ, કાનજીભાઇ કાપડી, પ્રેમજીભાઇ ભાવાણી તથા નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ ડુડીયા તથા ગ્રામજનો હાજર રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM