રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય દિનની ઉજવણી એન્જિનિરિંગ કોલેજ પાછળ (પી.એમ. ગ્રાઉન્ડ), મોડાસા ખાતે યોજાશે

ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત ઉજવશે સ્વતંત્ર્ય પર્વ. અરવલ્લી જિલ્લો સતત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે.આ ઉજવણી નિમિત્તે એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે.
જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ. તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્વેતા તિવેટીયા, અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

