વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજળી મહોત્સવની ઉજવણી કરાઈ

ડાંગ જિલ્લાના તમામ ગામડાઓ વીજળી મેળવતા થઈ ગયા છે- પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપક્રમે કૃષિ યુનિવર્સીટી વધઈ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્યની થીમ આધારિત વીજળી મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. દુનિયાના દેશોમા સૌર ઉર્જા ક્ષેત્રે ભારત 5મુ સ્થાન ધરાવે છે. ભારત દેશ સૌર ઉર્જામા આગળ વધી રહ્યુ છે. વિધુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ પર આયોજીત આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, ડાંગ જેવા જંગલ વિસ્તારમા વીજળી પહોંચાડવાનુ કામ ખુબ જ અઘરુ હતુ, પરંતુ દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી મોદીની દીર્ઘદ્રષ્ટિથી, ડાંગ જિલ્લામાથી જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત કરવામા આવી. આજે ડાંગના તમામ ગામડાઓમા વીજળી પહોંચી રહી છે. શહેરોમા જેમ 24 કલાક વીજળી મળતી હતી, તેવી જ રીતે હવે ગ્રામ વિસ્તામા પણ વીજળી મળી રહે છે. શ્રી ગાવિતે વિધુતકીય યોજનાઓની જાણકારી મેળવી તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રંસગે ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ભારતમા વર્ષ 2014 બાદ માનનીય વડાપ્રધાન શ્રી મોદીએ 18 હજાર ગામડાઓમા વીજળી પહોંચાડવાનુ કામ કર્યુ છે. સમગ્ર ગુજરાતમા 24 કલાક વીજળી પહોંચાડવાનુ કામ આ સરકારે કર્યુ છે. વીજળી અંગેનુ આમુલ પરિવર્તન શ્રી નરેદ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિના કારણે જોઈ શકાય છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીએ ડાંગ જિલ્લામા જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત કરી.વર્ષો પહેલા ડાંગ જેવા જંગલ વિસ્તારમા લાઈટ જાય, જે ક્યારે આવે એની ગેરેન્ટી ન હતી. તે સમયે દરેકના ઘરમા ચીમની, ફાનસ, દીવો વગેરે રાખવુ પડતુ હતુ. પરંતુ હવે સરકારના અથાગ પ્રયાસોના કારણે લાઈટ તરત જ આવી જશે એવો આત્મવિશ્વાસ કેળવાયો છે. શ્રી પટેલે વીજળીના ઉપયોગની સાથે વીજળી બચાવવા માટેની અપીલ કરી હતી. વધઈ કૃષિ યુનિવર્સીટી ખાતે યોજાયેલ વીજળી મહોત્સવ કાર્યક્રમમા કુટિર જ્યોતિ યોજના હેઠળ ઘરેલુ વિજકરણ મેળવનાર લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. વીજ ક્ષેત્રમા ઉપલબ્ઘી અંગે શોર્ટ ફિલ્મ દર્શાવવામા આવી હતી. તેમજ સુરતના કલાકારો દ્વારા નુક્ક્ડ નાટક રજૂ કરવામા આવ્યુ હતુ. સ્થાનિક કલાકારો દ્વારા પાવરી નૃત્ય રજૂ કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ પ્રંસગે વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન, માજી ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, કૃષિ મહાવિદ્યાલય આચાર્ય શ્રી જે.જે. પસ્તાગીયા, DGVL તેમજ NTVC ના અધિકારીઓ, કર્મચારીઓ લાભાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM