
રીપોટર-રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા તારીખ 30 આજરોજ ખેડબ્રહ્મા વિધાનસભા માં આવતા ચાર મંડળોની સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલના અધ્યક્ષ સ્થાને સ્વામી વિવેકાનંદ હોલ ખેડબ્રહ્મા ખાતે બેઠક મળી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલ મહામંત્રી વિજય પંડ્યા યુવા મોરચાના પ્રમુખ રાહુલભાઈ પટેલ ઉપપ્રમુખ મૂળજીભાઈ પટેલ રવિન્દ્રભાઈ બારોટ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ વિધાનસભા બેઠકના પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના જિલ્લા મંત્રી મીનાબેન જોશી .બ્રિજેશ . પટેલ .ત્રણે મંડળ પ્રભારી શહેર પ્રમુખ અરવિંદ રાવલ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ તાલુકા સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ મહામંત્રી ઓ તાલુકા.નગર પંચાયતના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ યુવા મોરચાના પ્રમુખશ્રીઓ ની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનની વેગ આપવા માટે બેઠક મળી જેમાં સ્વાગત પ્રવચન શહેર પ્રમુખ અરવિંદ રાવલે કર્યું હતું . સદસ્યતા અભિયાનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી જિલ્લા પ્રમુખ રાહુલભાઈ પટેલે આપી હતી . વિજયભાઈ પંડ્યાએ પેજ કમિટી તેમજ સદસ્યતા અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું વિધાનસભા સીટના પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાએ સૌ એ સાથે મળી સદસ્યતા અભિયાન ની કામગીરી અંગે છણાવટ થી કાર્યકર્તાઓને તૈયાર થવા હાકલ કરી હતી જિલ્લા ભાજપના પ્રમુખ જે ડી પટેલ દેશના મહામહીમ રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મજીની પસંદગી થતા સૌએ ઊભા થઈ ત્રણ તાળીનું માન આપ્યું હતું દેશના ભાગલા વખતે રાષ્ટ્રપતિની ના સન્માન માટે એક જ બગી હોય તેના ભાગ ટોસ ઉછાળીને કરવામાં આવતા તે ટોસ ભારત તરફે આવતા આજે પણ સોનારત્નજડીત બગી મા રાષ્ટ્રપતિ નું સન્માન થાય છે અનેકવિધ વિકાસ કાર્યોની અને સંગઠનની સદસ્યતા અભિયાન અંગે સૌ કાર્યકર્તાઓને રિચાર્જ કર્યા હતા અંતમાં આભાર વિધિ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે કરી હતી

