વડોદરા વિભાગ દ્વારા રેડક્રોસ સોસાયટીને દર્દી સેવા માટે એમ્બ્યુલન્સની સખાવત…

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વડોદરા વિભાગ દ્વારા સી.એસ.આર.હેઠળ વિવિધ લોક કલ્યાણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.જેના હેઠળ તાજેતરમાં રેડક્રોસ સોસાયટી,તારાપૂર ને દર્દી સેવા માટે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે.

        ભારતીય સ્ટેટ બેન્ક એડમીન ઓફીસ વડોદરા દ્વારા તેમની કોર્પોરેટ સોશિઅલ રિસ્પોનસીબીલીટી ના ભાગ રૂપે રેડક્રોસ સોસાયટી તારાપુર ને એક એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વાન રેડક્રોસ દ્વારા તારાપુર અને તેની આજુબાજુ ના જરૂરતમંદ લોકોની સેવા માટે કાર્યરત રહેશે.

        આ પ્રસંગે વડોદરા મોડ્યુલ ના ડિજીએમ શ્રીમતી બિંદુ જનારધનન, શ્રી લલિત મહેશ્વરી, જીએમ ઓડિટ તથા વડોદરા મોડ્યુલ ના તમામ રિજીયન ના એજીએમ ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસ તારાપુર તરફ થી ડૉ. આકાશ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી અવધેશ રાવત, મુખ્ય પ્રબંધક, માનવ સંશાધન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *