

તા. ૩/૮/૨૦૨૨ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા ખાતે લમ્પી વાયરસ સામે લડત આપવા ગાયો ને વેક્સિન આપવાનો કાર્યકમ યોજાયેલ હતો. સવારે 8 વાગ્યા થી ગાયો ને વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. સાયલા ખાતે 400 જેટલી ગાયો તથા નંદીઓ ને વેક્સિન આપવામાં આવી છે. આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ગુજરાત પ્રદેશ મીડિયા પ્રચાર મંત્રી જીતુભાઈ, નવસારી ના ડૉ કે સી ખાસટીયા સાહેબ, સુરસાગર ડેરી પશુ ચિકિત્સક ડૉ કષ્યપભાઈ, સાયલા પશુ ચિકિત્સક ડૉ જી એલ ગોહિલ,દાંતીવાડા ટીમ ના 17 સભ્યો, મોહિતભાઈ સોલંકી,શનીભાઈ વાનાણી ઉપસ્થિત રહી સેવા કાર્ય કર્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લા ના અધ્યક્ષ રોહિતભાઈ વાનાણી,વિક્રમસિંહ જી, જેમભા પઢિયાર પણ આ સેવા સેતુ માં જોડાઈ ને ગૌ સેવા કરી હતી.રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ અધ્યક્ષ સુનિલ પટેલ ,રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ પ્રદેશ અધ્યક્ષ બીના પટેલ દ્વારા ગૌવંશ ની સેવા કરતા તમામ ને બિરદાવાયા હતા.

