વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આવશે

કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની દાહોદ

તારીખ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ઝાલોદ ખાતે આવશે તેવાં સમાચાર મળી રહ્યા છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઝાલોદ માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ ઝાલોદ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઝાલોદ ખાતે આવવાનું હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે દાહોદ જિલ્લા ક્લેક્ટર ડો હર્ષિત ગોસાવી સાહેબ,દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી અને ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી આર આર ગોહેલ સાહેબ અને ઝાલોદ વિભાગના એ એસપી શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબ, ઝાલોદ મામલતદારશ્રી એ.પી ઝાલા સાહેબ તેમજ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને તેમની ટીમ દ્વારા ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *