આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ની સાયન્સ કોલેજ મોડાસામાં ઉજવણી કરવામાં આવી

અમિત ઉપાધ્યાય અરવલ્લી

રવલ્લી જિલ્લાના મોડાસામાં ધી મ.લા.ગાંધીઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સર પી.ટી. સાયન્સ કોલેજ,મોડાસામાં વિદ્યાર્થીઓએ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં આચાર્યશ્રી ડૉ.કે.પી.પટેલ દ્વારા તિરંગા વિશેની માહિતી આપેલ તથા આપણા રાષ્ટ્રીય ચિન્હોની સમજ, તેના ગૌરવ પ્રત્યેની જાગૃતિ માટે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને ઈ સર્ટિફિકેટ મેળવી અને પ્રદર્શિત કરવામાં આવેલ હતા. હર ઘર તિરંગાની ઉજવણીના સફળ કાર્યક્રમ બદલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર.આર.મોદી અને ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહે અભિનંદન પાઠવેલા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *