
કચ્છમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ૧ થી ૭ઓગસ્ટ સુધી મનાવાશે
ભુજ તાલુકાના નારણપર સેજો કેરા ગામ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમા આગંણવાડી કેન્દ્ર ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે બ્રેસ્ટ ફ્રિડિગ સ પ્તાહ જાગૃતિ ના યોજાયેલાં કાર્યક્રમ માં નીતાબેન ઓઝાની આગેવાનીમાં બહેનો ઉત્સાહભેર જોડાઇ હતી.

દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ૧ થી ૭ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન અને ૬ માસ બાદ ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થય શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય.

વર્ષ ૨૦૨૨ માં “સ્તનપાન ને પ્રોત્સાહન: કેળવણી અનેસહયોગ”(step up for Breast feeding: Education and support) થીમ નક્કી કરવામાં આવી છે. જેના મુખ્ય ઉદેશ સ્તનપાનને સહયોગ આપવા માંટેની સાકળના ભાગ રૂપે દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા સમજે, ઉતમ પોષણ ખાદ્ય સુરક્ષા અને અસામનતા ઘટાડવાના ભાગ રૂપે સ્તનપાન, સામાજિક પરિવર્તન માટે પ્રભાવશાળી લોકો અને નીતિ ઘડ્વૈયાનું સ્તનપાન સંબંધિત ક્ષમતા વર્ધન, સ્તનપાન સંબંધિત સહયોગની સાકળ માટે વ્યક્તિગત અને સંસ્થાઓ સાથે જોડાણ જેમાં ૧ થી ૭ તારીખ તારીખ દરમ્યાન રાજ્ય સહિત જીલ્લા માં પણ અલગ અલગ કાર્યક્રમ જેવાં કે,

પોષણ પંચાયત,પ્રતિજ્ઞા,કુટુબના સભ્યોનું સેન્સીટાઈઝેશન, રેલી પ્રભાતફેરી, ગૃહલાકાત,મધર્સ મીટ(સુપોષણ સંવાદ) સમાન્ય સમસ્યાઓનું નિરાકરણ,૬ માસ ફક્ત સ્તનપાન-ત્યારબાદ ૨ વર્ષ સુધી સ્તનપાન સાથે ઉપરી આહાર,પાવડરના દુધની આડ અસર,ગ્રોથમોનીટરીંગ સાથે સ્તનપાન પર પરામર્શ,સ્તનપાન ની સાચી રીત અને સકારાત્મક ઉછેરને સમર્થન અને ભૂમિકા અંગે મીટીંગ,આંગણવાડી પર સ્તનપાન પર ક્વિઝ સ્પર્ધા,મહત્વ તેમજ સ્તનપાન અંગેલાભાર્થીઓનું ટેલીફોનીક/વિડીઓ કાઉન્સેલીન વગેરે જેવી પ્રવૃતિઓ કચ્છ ના દસે તાલુકામાંકરાવવામાં આવશે. એમ સંકલિત બાળ વિકાસ યોજનાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણ દ્વારા જણાવાયું છે.

